Western Times News

Gujarati News

રાકેશ ટિકૈતને યૂનિયનમાંથી હાંકી કાઢ્યા

(એજન્સી) નવી દિલ્હી, વિવાદિત કૃષિ કાયદાની વિરૂદ્ધ લાંબા આંદોલનના સૂત્રાધાર રહી ચૂકેલા ભારતીય કિસાન યૂનિયનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.

દેશના આ મોટા ખેડૂત સંગઠન બે ભાગમાં વહેંચાઇ ગયું છે અને સૌથી ખાસ વાત એ છે કે ખેડૂત આંદોલનનો મોટો ચહેરો રહી ચૂકેલા રાકેશ ટિકૈત અને તેમના ભાઇ નરેશ ટિકૈતને સંગઠનથી દૂર કરવામાં આવ્યા છે. ચૌધરી મહેન્દ્ર સિંહ ટિકૈતની પુણ્યતિથિના અવસર પર સંગઠનમાં આ મ્ટો ફેરબદલ થયો છે.

દેશના જાણિતા ખેડૂતાના આ સંઘમાં ફૂટ પડવાના સમાચાર લખનઉમાં બીકેયોના સંસ્થાપક મહેન્દ્ર સિંહ ટિકૈતની પુણ્યતિથિ પર સામે આવા છે. રાજેશ ચૌહાણે સંવાદદાતઓને કહ્યું કે ટિકૈત બંધુ સંગઠનનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે, જે ખેડૂતોને ક્યારેય સ્વિકાર નથી.

જાેકે લખનઉમાં રાજેશ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભારતીય કિસાન યૂનિયનની એક બેઠક યોજાઇ હતી. આ સંગઠનના અધ્યક્ષ પણ રાજેશ સિંહ ચૌહાણ છે. અત્યાર સુધી નરેશ સિંહ ટિકૈત યૂનિયનના અધ્યક્ષ હતા. ભારતીય કિસાન યૂનિયનની બેઠકમાં નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈત સામેલ ન હતા.

ચૌહાણે કહ્યું કે ‘અમે એક બિન રાજકીય સંગઠન છીએ અને રહીશું. બીકેયૂથી નિકાળવાના મુદે બીકેયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈતના ભાઇએ કહ્યું કે કોઇને પણ હટાવવાની તાકાત ફક્ત જનતા પાસે છે. લખનઉમાં યોજાયેલી બેઠકના સવાલ પર તેમણે કહ્યું કે કોઇપણ પોતાને પ્રધાનમંત્રી જાહેર કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.