રાકેશ ટિકૈત પોતાની આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવા માંગે છે

નવીદિલ્હી, ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુ પ્રતાપે ભારત બંધનો વિરોધ કરતા રાકેશ ટિકૈત પર આકરા પ્રહાર કર્યો છે. ભાનુ પ્રતાપે કહ્યું કે, રાકેશ ટિકૈત તાલિબાનોએ અફઘાનિસ્તાન પર જે રીતે કબ્જાે કર્યો છે, તે રીતે આવી પ્રવૃત્તિઓ વધારવા માંગે છે.
ભાનુ પ્રતાપે કહ્યું કે, ભારત બંધ અર્થતંત્રને અસર કરશે. હું તમામ પદાધિકારીઓ, બ્લોક, જિલ્લા, મંડળ, રાજ્યને આહ્વાન કરું છું કે કોઈએ ભારત બંધને સહકાર ન આપવો અને તેનો વિરોધ કરવો. સરકારે આવા સંગઠનોને દબાવવાનો પ્રયાસ કરવો જાેઈએ, જે આતંકવાદી પ્રવૃત્તિઓમાં શામેલ છે.
ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરતા ૪૦ થી વધુ ખેડૂત સંગઠનોના સંગઠન યુનાઇટેડ કિસાન મોરચાએ આજે સોમવારના રોજ ભારત બંધનું એલાન આપ્યું હતું સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે, ખેડૂતોના આ ઐતિહાસિક સંઘર્ષના ૧૦ મહિના પૂરા થવા પર કેન્દ્ર સરકાર સામે સોમવારના રોજ એટલે કે, ૨૭ સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે ભારત બંધ અંતર્ગત સવારે ૬ થી સાંજે ૪ કલાક દેશના વિવિધ રાજયોમાં બંધ પાળવામાં આવ્યું હતું.HS