રાકેશ ટિકૈત બોલ્યા- આંસુની અસર તમે જોઈ લીધી, હવે વધુ મજબૂત થશે આંદોલન
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ગાઝીપુર બોર્ડર પર કિસાનો ભરી ભેગા થઈ રહ્યા છે. એક વખત સમાપ્ત થવા પર પહોંચેલ આંદોલન ફરી ઊભુ થઈ ગયું છે. ધરણા સ્થળ પર કિસાનોની સાથે રાજકીય પાર્ટીઓના નેતા પણ શુક્રવારથી પહોંચવાના શરૂ થઈ ગયા છે.
ધરણામાં કિસાનોનું પરત આવવુ અને રાજકીય પાર્ટીના નેતાઓના પહોંચવા પર ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. પત્રકાર પરિષદમાં ભાવુક થયા બાદ આંદોલનને મજબૂત થવાને લઈને ટિકૈતે કહ્યુ કે, આંસુની અસર તમે જોઈ લીધી. તેમણે કહ્યું કે, આ આંદોલન વધુ મજબૂત થશે.
ધરણામાં આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા, જયંત ચૌધરી તથા અન્ય રાજકીય પાર્ટીઓના નેતાઓના પહોંચવા પર ટિકૈતે કહ્યુ કે, કોઈને મંચ પર જગ્યા આપવામાં આવી રહી નથી. આંદોલનના રાજકીય રૂપ લેવાના સવાલ પર ટિકૈતે કહ્યુ કે, શું અહીંથી કોઈને મત આપવાની અપીલ કરવામાં આવી રહી છે.
દિલ્હીમાં ટ્રેક્ટર પરેડમાં હિંસા અને પછી કેસ નોંધાયા બાદ ધરપકડના સવાલ પર રાકેશ ટિકૈતએ કહ્યુ કે, આંદોલન હું ચલાવીશ તો કેસ કોઈ અન્ય વિરુદ્ધ નોંધાશે. તેમણે કહ્યું કે, જેલ પણ ચાલશે અને આંદોલન પણ ચાલશે… કાયદાનું પણ પાલન કરીશ. ધરણા વચ્ચે ધરપકડ બાદ આંદોલનના ભવિષ્યના સવાલ વિશે ટિકૈતે કહ્યુ કે, આ આંદોલન હું નહીં પરંતુ કિસાન ચલાવી રહ્યા છે. આ આંદોલન ચાલતું રહેશે.