રાકેશ બાપટે મમ્મી સાથે જઈને ખરીદી નવી કાર
મુંબઈ, ઘણી ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકેલો એક્ટર રાકેશ બાપટ બિગ બોસ બાદ ચર્ચામાં રહે છે. ખાસ કરીને ગર્લફ્રેન્ડ શમિતા શેટ્ટી સાથેની તેની રિલેશનશીપની ચર્ચા અવારનવાર થતી રહે છે. બિગ બોસ ઉપરાંત રાકેશ બિગ બોસ ૧૫માં પણ વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે જાેવા મળ્યો હતો. જાેકે, તેની તબિયત ખરાબ થતાં તેણે શો અધવચ્ચેથી જ છોડી દીધો
હતો. ફરી એકવાર રાકેશ બાપટ ચર્ચામાં છે પરંતુ આ વખતે સમાચારમાં આવવાનું કારણ ગર્લફ્રેન્ડ શમિતા શેટ્ટી નથી. રાકેશ બાપટે હાલમાં જ તેની ડ્રીમ કાર ખરીદી છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રાકેશ બાપટે છેઙ્ઘૈ ઊ૭ ખરીદી છે અને નવી નક્કોર ગાડી સાથે પોઝ આપતી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો રાકેશ બાપટે ખરીદેલી આ લક્ઝુરિયસ કારની કિંમત ૯૫ લાખ રૂપિયા છે. લાગી રહ્યું છે કે, વેલેન્ટાઈન્સ ડે પહેલા રાકેશે પોતાને આ મોંઘી ગિફ્ટ આપી છે.
વાયરલ થઈ રહેલી તસવીરોમાં રાકેશ કાર ખરીદ્યા પછી કેક કાપતો પણ જાેવા મળી રહ્યો છે. રાકેશે કેક કાપ્યા બાદ મમ્મીને ખવડાવી હતી. રાકેશ અને તેનાં મમ્મી પણ કારની આગળ પોઝ આપતાં જાેવા મળી રહ્યા છે. રાકેશ અને શમિતાની વાત કરીએ તો, તેઓ એકબીજા વિશે ગંભીરતાંથી વિચારી રહ્યા છે. રાકેશ શમિતાના પરિવાર સાથે પણ સારું બોન્ડ ધરાવે છે. હાલમાં જ શમિતાની બર્થ ડે પાર્ટી યોજાઈ હતી.
જેમાં રાકેશ શમિતા અને તેના પરિવાર સાથે જાેવા મળ્યો લગ્ન અંગે વાત કરતાં રાકેશે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “જે પણ ર્નિણય લેવાનો હશે તે અમે બંને મળીને લઈશું. અમે હજી બહુ સમય સાથે વિતાવ્યો નથી એટલે પહેલા અમે તે કરવા માગીએ છીએ અને આશા રાખીએ કે ભવિષ્ય સુંદર હોય.SSS