રાકેશ બાપટ અને શમિતા શેટ્ટીના બ્રેકઅપની ઉડી અફવા
મુંબઈ, બિગ બોસ એવો રિયાલિટી શો છે જેમાં ઘણાં કપલ બન્યા છે. કેટલાક કપલનો સાથ આજે પણ અકબંધ છે તો કેટલાકનું શો પૂરા થયાના અમુક મહિના કે વર્ષો બાદ બ્રેકઅપ થઈ ગયું હતું. ‘બિગ બોસ ઓટીટી’ની પહેલી સીઝનમાં એક્ટર રાકેશ બાપટ અને એક્ટ્રેસ શમિતા શેટ્ટીએ ભાગ લીધો હતો. અહીં બંને એકબીજાના કનેક્શન તરીકે આવ્યા હતા અને તેમનું રિયલ લાઈફમાં કનેક્શન જાેડાઈ ગયું.
આ શોમાં ધીમે-ધીમે રાકેશ અને શમિતા નજીક આવ્યા હતા. જે બાદ રાકેશ શમિતા માટે ‘બિગ બોસ ૧૫માં પણ ગયો હતો. ફેન્સ તેમની જાેડીને જીરટ્ઠઇટ્ઠ નામથી બોલાવે છે. પરંતુ ગુરુવારે કપલના ફેન્સને ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા હતા.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, શમિતા અને રાકેશનું બ્રેકઅપ થઈ ગયું છે. અહેવાલ અનુસાર શમિતા શેટ્ટી અને રાકેશ બાપટે બુધવારે બ્રેકઅપ કરી લીધું છે.
આ અહેવાલ સામે આવતાં જ રાકેશ અને શમિતાના ફેન્સ નિરાશ થયા હતા. થોડા દિવસ પહેલા જ રાકેશે શમિતા શેટ્ટી અને તેના મમ્મી સુનંદા શેટ્ટી સાથે ડિનર પર જાેવા મળ્યો હતો. ત્યારે ફેન્સ કલ્પના કરી રહ્યા હતા કે કપલ ટૂંક સમયમાં લગ્ન કરી લેશે. જાેકે, તેમના બ્રેકઅપના સમાચાર આવતાં ફેન્સ નિરાશ થયા હતા. જાેકે, શમિતા અને રાકેશે આ અહેવાલને ખોટા ગણાવ્યા છે.
શમિતા અને રાકેશના બ્રેકઅપના સમાચાર ફેલાવાના શરૂ થતાં જ કપલે પોતાપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર સ્પષ્ટતા કરી છે કે તેઓ હજી પણ સાથે છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શમિતા અને રાકેશે મીડિયા રિપોર્ટ શેર કરતાં લખ્યું, “અમારી રિલેશનશીપ અંગેની કોઈપણ અફવાને સાચી ના માનવાની વિનંતી છે. આ ખબરમાં સહેજ પણ સત્યતા નથી. સૌને પ્રેમ અને પ્રકાશ.
એક દિવસ અગાઉ જ રાકેશ બાપટ એક ઈવેન્ટમાં ભાગ લેવા ગયો હતો. જ્યાં તેને અવોર્ડ શમિતાએ તેને અભિનંદન પાઠવ્યા હતા. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રાકેશને ફોટો શેર કરતાં શમિતાએ લખ્યું હતું, ‘અભિનંદન, તારા માટે ખૂબ ખુશ છું.’
રાકેશે પણ અભિનંદન બદલ શમિતાનો આભાર માન્યો હતો. ‘બિગ બોસ ઓટીટી’ના ઘરમાંથી શરૂ થયેલો રાકેશ બાપટ અને શમિતા શેટ્ટીનો સંબંધ દિવસને દિવસે મજબૂત થતો રહ્યો છે. રાકેશ કેટલીયવાર શમિતાના પરિવાર સાથે સમય વિતાવતો અને હોલિડે પર જતો જાેવા મળ્યો છે. રાકેશે શમિતાના પરિવાર સાથે અલીબાગમાં વેલેન્ટાઈન્સ ડે ઉજવ્યો હતો.SSS