રાકેશ બાપટ જાેરૂ કા ગુલામ બનવા જઈ રહ્યો હોવાનું કહ્યું
મુંબઈ, બિગ બોસ ઓટીટીના કન્ટેસ્ટન્ટ રાકેશ બાપટની એક્સ-પત્ની રિદ્ધિ ડોગરાએ જાેરુ કા ગુલામવાળી કોમેન્ટ બદલ કાશ્મીરા શાહને આડેહાથ લીધી હતી. કાશ્મીરા શાહે ટિ્વટર પર શોમાં હાલમાં કરાવવામાં આવેલા ટાસ્કની તસવીર શેર કરી હતી. જેમાં રાકેશ બાપટ, શમિતા શેટ્ટી અને દિવ્યા અગ્રવાલ જાેવા મળ્યા હતા.
તસવીરની સાથે કાશ્મીરા શાહે લખ્યું હતું કે અભિનંદન રાકેશ બાપટ તું ફરીથી જાેરું કા ગુલાબ બનવાના રસ્તા પર છે. રિદ્ધિ ડોગરાએ તરત જ જવાબ આપતા લખ્યું હતું કે ફરીથી? એક્સક્યૂઝ મી. મહેરબાની કરીને લૂઝ કોમેન્ટ ન કર. શાંતિ જાળવ.
સંડે કા વાર એપિસોડમાં થયેલા ટાસ્ક દરમિયાન રાકેશે તમામ અઘરા સવાલના જવાબમાં દિવ્યા અગ્રવાલનું નામ લીધી હતું. તેણે દિવ્યાનો ચહેરો પાણી ભરેલા બાઉલમાં ડૂબોડ્યો હતો, જેના પરથી તે શમિતા શેટ્ટી સાથેનો ઝઘડો ટાળવા માગતો હોવાનું લાગતું હતું.
છેલ્લા કેટલાક દિવસોથી, રાકેશ અને શમિતા રિયાલિટી શો પર એકબીજા પ્રત્યેની લાગણીની કબૂલાત કરતા જાેવા મળી રહ્યા છે. તેમના અત્યારસુધીમાં ઘણીવાર ઝઘડા પણ થયા છે.
બિગ બોસ ઓટીટીની અંદર કનેક્શન બનીને ગયા હોવા છતાં શમિતાને ઘણીવાર બોસી અને ડોમિનેટિંગ તરીકે સંબોધવામાં આવી હતી અને તે રાકેશ બાપટનો ઉપયોગ કરતી હોવાનો પણ આરોપ લાગ્યો હતો.
ગયા અઠવાડિયે પણ નિશાંત ભટ્ટે શમિતા શેટ્ટીને આઈસ ક્વીન અને અભિમાની કહી છે. તેના કનેક્શન સાથે પણ તે જે રીતે રહે છે અને વર્તન કરે છે, તેના પરથી તે મને ઘમંડી લાગે છે’, તેમ તેણે કહ્યું હતું.
જેના જવાબમાં શમિતાએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી રાકેશની વાત છે, તો હું તેનો બચાવ કરતા-કરતા થાકી ગઈ છું. ઘણા લોકો મારા પર આરોપ લગાવી રહ્યા છે. તેમને લાગે છે કે હું રાકેશ સાથે સરખું વર્તન કરતી નથી’. બાદમાં શમિતા રાકેશ પર ભડકી હતી અને કહ્યું હતું ‘તું ચૂપ રહ્યો. તે હંમેશા મારા તારી સાથેના સંબંધો પર કંઈકને કંઈક બોલતો રહે છે. તું ચૂપ રહે છે. હું હવે માત્ર મારા માટે જ બોલીશ’.SSS