રાખીએ કરણ કુન્દ્રા સાથે જાેડ્યું શમિતા શેટ્ટીનું નામ
મુંબઈ, બિગ બોસની અત્યારે ૧૫મી સીઝન ચાલી રહી છે. આ સીઝનમાં પહેલા તો કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની કેમિસ્ટ્રી જાેવા મળી હતી, પરંતુ આજકાલ બન્ને વચ્ચે ખૂબ લડાઈ જાેવા મળી રહી છે. ઘણાં લોકો આ લડાઈ માટે શમિતા શેટ્ટીને જવાબદાર માને છે. તેજસ્વીને લાગે છે કે, કરણ તેને સિક્યોર ફીલ નથી કરાવતો.
તેજસ્વીને લાગે છે કે શમિતા અને કરણ ઘણીવાર એકાંતમાં વાત કરતા હોય છે. તેજસ્વી જ્યારે પણ કરણ સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમની વચ્ચે લડાઈ થઈ જાય છે. આ દરમિયાન રાખી સાવંતે પણ કરણ કુન્દ્રા અને શમિતા શેટ્ટીનું નામ જાેડવાની શરુઆત કરી હતી. તાજેતરમાં જ વીકેન્ડ કા વાર એપિસોડમાં રાખી સાવંતે સલમાન ખાન સામે કહ્યું કે, કરણ અને શમિતાની જાેડી સાથે સારી લાગે છે, પરંતુ ખબર નહીં તેજસ્વી વચ્ચે કેવી રીતે આવી ગઈ.
રાખી સાવંતના મનમાં જે હોય છે તે બોલી કાઢતી હોય છે. તેના આ સ્વભાવની જાણ દરેક વ્યક્તિને છે. રાખીની વાતો સાંભળીને તેજસ્વી પ્રકાશ ગુસ્સે થઈ ગઈ હતી. આ વાત પર શમિતા શેટ્ટીની બહેન અને બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
શમિતા શેટ્ટી અને શિલ્પા શેટ્ટીના રાખી બ્રધર રાજીવ અડાતિયાએ બિગ બોસ ૧૫માં એન્ટ્રી કરી છે. આ એપિસોડનો પ્રોમો રીલિઝ કરવામાં આવ્યો છે. રાજીવ પોતાની એન્ટ્રીની સાથે ફિનાલે વીકના ટિ્વસ્ટ પણ લઈને આવ્યો છે અને ઘરના લોકો માટે મેસેજ પણ લઈને આવ્યો છે.
આમાંથી એક મેસેજ શિલ્પા શેટ્ટીનો પણ છે. શિલ્પા રાખી સાવંતને કહે છે કે, રાખી કનેક્શન જાેડવાનું બંધ કર. એક કૂન્દ્રા પૂરતો છે અમારા ઘરમાં. શિલ્પા પોતાના પતિ રાજ કુન્દ્રાના સંદર્ભમાં વાત કરી રહી હતી. શિલ્પાની વાત સાંભળીને શમિતા અને રાખી ખડખડાટ હસી પડે છે. હવે જાેવાની વાત એ છે કે આ બધી વાતોનો કરણ અને તેજસ્વીના સંબંધ પર શું પ્રભાવ પડશે.SSS