રાખીએ લોકોને ગરીબોને ખાવાનું આપવા અપીલ કરી
મુંબઇ, ફેન્સ સાથે મસ્તી-મજાક કરીને ખુશ રહેતી રાખી સાવંતે ઘણીવાર જરુરી મુદ્દાઓ પર કે કોઈ વિવાદ પર બેબાક નિવેદનો આપીને ચર્ચામાં આવી જાય છે. પરંતુ હાલમાં રાખીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. રાખીએ આ વિડીયો શેર કરવાની સાથે ફેન્સને રોડ પર રહેતા ગરીબ બાળકોને ભોજન આપવાની અપીલ કરી છે.
આ વિડીયોમાં રાખી સાવંત ગરીબ બાળકોને ખવડાવતી નજર આવી રહી છે. રાખીના આ કામ પર ફેન્સ પર ફિદા થઈ રહ્યા છે. જાેકે વિડીયોમાં જઈ શકાય છે કે, ગરીબ બાળકોને જમાડતી વેળાએ રાખી ત્યાં ભેગી થયેલી ભીડ પર ગુસ્સે થાય છે અને ખરીખોટી સંભળાવી દે છે. વિડીયોમાં જાેઈ શકાય છે કે, રાખી સાવંત ખાણી-પીણીનો સામાન લઈને મુંબઇના રસ્તાઓ પર નીકળી પડી છે.
એના હાથમાં કેટલાક ફૂડ પેકેટ છે જેમાં ઈડલી સાંભાર અને જ્યુસ વગેરે છે. રાખી કેટલાક ગરીબ પરિવારો વચ્ચે પહોંચે છે અને રોડ પર ઊંઘતા બાળકને ઉઠાડીને પોતાના હાથથી જ્યુસ પીવડાવે છે. રાખી આ બાળકોની માતાને પણ જ્યુસ પીવા અને ખાવાનું ખાવા માટે આગ્રહ કરી રહી છે. રાખી સાવંતને ગરીબ બાળકોને જ્યુસ પીવડાવતાં જાેઈ રોડ પર ભીડ જમા થઈ જાય છે.
જેની પર રાખી ગુસ્સે થતાં લોકોને ખરીખોટી સંભળાવી દે છે. વિડીયોમાં રાખી સાવંત કહી રહી છે કે, અરે ભાઈ તમે લોકો શું તમાશો જાેઇ રહ્યા છો, અહીંથી જાઓ. આ લોકોને ખવડાવી નથી શકતા તમે લોકો? તમાશો ના જાેશો. વિડીયોમાં રાખી સાવંત જે રીતે ગરીબ બાળકોને જ્યુસ પીવડાવી રહી છે અને ભોજન કરાવી રહી છે, એ જાેઈને ફેન્સ પણ ફિદા થઈ ગયા છે.
આ વિડીયો પર લોકોએ પ્રેમભર્યા સંદેશો મોકલ્યા છે. જેમાંથી એક ફેન્સ લખે છે, વાહ રાખી, દુનિયામાં બધા તમારા જેવા હોવા જાેઈએ, બહુ સારું કામ કરી રહ્યા છો તમે. જાેકે ફેન્સનો એક વર્ગ એવો પણ છે જે આ વિડીયો પર વાંધો ઉઠાવતાં કહી રહ્યો છે કે, આ કામ કરતી વેળાએ રાખીએ વિડીયો કેમ બનાવ્યો. કેટલાક લોકોએ આ કામને શો ઓફ કહીને વિડીયો પર વાંધો ઉઠાવ્યો છે.SSS