Western Times News

Gujarati News

રાખીને દયાભાભીનો રોલ કરવા ઈચ્છા

મુંબઈ: એક્ટર્સને હંમેશા તેમણે કરેલા રોલ માટે યાદ કરવામાં આવે છે. તેમને કરિયરમાં એક રોલ એવો મળે છે જેના માટે તેઓ જિંદગીભર ઓળખાય છે. એક્ટર્સ ગમે તેટલા ટીવી શો કે ફિલ્મ કેમ ના કરે પરંતુ એક રોલ જેણે કરિયરમાં વળાંક અપાવ્યો હોય તે હંમેશને માટે યાદ રહે છે. સીરિયલ ‘નાગિન ૪’ની એક્ટ્રેસ રાખી વિજાનને પણ ૯૦ના દશકાની પોપ્યુલર સીરિયલ ‘હમ પાંચ’ માટે યાદ રાખવામાં આવે છે. આ સીરિયલમાં રાખીએ ‘સ્વીટી’નો રોલ કર્યો હતો અને આજે પણ દર્શકો તેને એ જ નામથી વધુ સારી રીતે ઓળખે છે.

આ વિશે રાખીએ કહ્યું, હું ખુશ છું કે લોકો મને આજે પણ સ્વીટીના નામે ઓળખે છે. ઘણા વર્ષો પછી પણ મારા પાત્ર સાથે અનુકૂળતા સાધી શકે છે. રાખીએ એક્ટિંગ જર્ની વિશે વાત કરતાં કહ્યું, મેં નાની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી. લગભગ હું ૧૫ વર્ષની હતી અને એ વખતે મને બબલી, થોડી મૂરખ, એનર્જીથી છલોછલ છોકરીના રોલ મળતા હતા.

જેનું કારણ મને લાગે છે કે મારા વાંકડિયા વાળ છે અને કોમેડી તો નેચરલી જ આવી જતી હતી. મને આજે પણ કોમેડી કરવી ખૂબ ગમે છે કારણકે મને લાગે છે તે સરળ છે. ‘હમ પાંચ’ પછી હું ટાઈપકાસ્ટ થઈ ગઈ હતી અને મને એ પ્રકારના જ રોલ મળતા હતા. જાે કે, ‘હિના’ પછી પરિવર્તન આવ્યું હતું, કારણકે આમાં મેં વિલનનો રોલ કર્યો હતો.

આટલા વર્ષોમાં મને વિવિધ પ્રકારના રોલ કરવાની તક મળી છે. કોમેડી શોના બીજા કયા પાત્રો છે જે રાખીને જાેવા ગમે છે? આ સવાલના જવાબાં તેણે તરત જ કહ્યું, “મને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેનનું પાત્ર ખૂબ ગમે છે. કોઈ દયાબેન ના બની શકે કારણકે તે હજી પણ આઈકોનિક છે. પરંતુ જાે મને તક મળી તો હું તે પાત્ર ચોક્કસ ભજવીશ અને મારી જાતને એક્ટર તરીકે પડકાર આપીશ. દર્શકોને ફરીથી હસાવવા મને ચોક્કસ ગમશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.