રાખી ડિવોર્સ વિશે વાત કરતા ચોધાર આંસુએ રડી
મુંબઇ, રાખી સાવંતે સોમવારે, વેલેન્ટાઈન્સ ડેના દિવસે પતિ રિતેશ સિંહથી અલગ થયાની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી. રાખી સાવંત તેવા સેલેબ્સમાંથી એક છે, જે હંમેશા કેમેરા સામે પોઝ આપવા માટે તૈયાર રહે છે અને તે ફોટોગ્રાફર્સ સામે પણ મસ્તી મજાક કરે છે.
પરંતુ, મંગળવારે જ્યારે તે મીડિયા સામે આવી ત્યારે પોતાના આંસુ રોકી શકી નહોતી. જિમમાંથી બહાર આવ્યા બાદ રાખી સાવંત કેમેરા સામે ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખમાંથી દડ દડ કરતાં આંસુ વહેલા લાગ્યા હતા.
પોતાની જાતને કંટ્રોલ કરવામાં અસક્ષમ, રાખી સાવંતે દિલ ખોલીને વાત કરી હતી અને અચાનક રિતેશ તેમજ તેની વચ્ચે શું ખોટુ થયું તે જણાવ્યું હતું. રાખી સાવંતે કહ્યું હતું કે, તે સ્ટ્રિક્ટ ડાયટ પર હોવા છતાં હૃદયભંગ થતાં ગમે તે ખાઈ રહી છે.
વધુમાં, રાખી સાવંતે ખુલાસો કર્યો હતો કે, તેનો પતિ બિગ બોસ ૧૫ બાદ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો છે. તેણે ઉમેર્યું હતું કે, રિતેશે તેના પર નેશનલ ટીવી પર તેનું અપમાન કરીને તેને મોટુ નુકસાન પહોંચાડી જીવન બરબાદ કરી નાખ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.
આટલું જ નહીં, રિતેશે પહેલી પત્ની કોર્ટમાં જતા તે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયો તેના માટે પણ તેને જવાબદાર ગણાવી હતી. રાખી સાવંતે આગળ જણાવ્યું હતું કે, રિતેશ અને તેના વર્તનને સહન કરી રહી હતી. કારણ કે, તે તેમના સંબંધો ટકી રહે અને સારુ જીવન જીવે તેમ ઈચ્છતી હતી.
રિતેશે જાહેરમાં કેમેરાની સામે રાખી સાવંતે કિસ કેમ કરી તેવો સવાલ પણ ઉઠાવ્યો હતો. રિતેશ આમ અધવચ્ચેથી જ છોડીને જતા રહેતા તે કેટલી દુઃખી છે તે વિશે રાખી સાવંતે કહ્યું હતું કે, ‘તેણે મારો ઉપયોગ કર્યો હોવાનું મને લાગી રહ્યું છે’, તેણે ઉમેર્યું હતું કે, તેણે તેને કોઈ સુરક્ષા આપી નહોતી અને તેથી તે તેના પર ઉપયોગ કર્યો હોવાનો આરોપ લગાવી શકે નહીં. શું તું રિતેશ સિંહ સામે કોઈ કાર્યવાહી કરવાની છે? તેના જવાબમાં રાખી સાવંતે કહ્યું હતું કે, તે તેને કોઈ નુકસાન પહોંચાડવા તેમજ અન્ય મુશ્કેલીમાં મૂકવા માગતી નથી.
તેણે રિતેશને સારો વ્યક્તિ પણ ગણાવ્યો હતો. વાતચીત કરતાં, રાખી સાવંતે રિતેશ સાથે તેના મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં એમ ત્રણ વખત લગ્ન થયા હોવાની માહિતી આપી હતી. તેણે અંતમાં દિલ તોડવા માટે રિતેશનો આભાર માન્યો હતો તેમજ તેના પરિવાર પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો.SSS