રાખી સાવંતના કારણે તેજસ્વી પર કરણ લાલચોળ થયો
મુંબઈ, બિગ બોસ ૧૫માં ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક થઈ રહ્યો છે. આ ગેમનું સંચાલન રાખી સાવંત કરી રહી છે અને તેના કારણે અડધું ઘર પરેશાન છે. જાેકે, રાખી આ શોની પહેલી ફાઈનલિસ્ટ બની ચૂકી છે. હવે બીજું કોણ હશે તેના માટે ‘બિગ બોસ ૧૫’ના ઘરના સભ્યો અંદરોઅંદર ઝઘડી રહ્યા છે.
રશ્મિ દેસાઈને પ્રતીકે આઉટ કરી દીધી ત્યારે બાકીના સભ્યો હજી પણ મેદાનમાં છે. જાેકે, આ ટાસ્ક દરમિયાન કેટલાક સંબંધોમાં તિરાડ પડતી પણ દેખાઈ રહી છે. પ્રતીક અને નિશાંત વચ્ચે પહેલા દેવોલીનાના કારણે ઝઘડો થયો હતો. હવે રાખી સાવંતના કારણે તેજસ્વી અને કરણ કુંદ્રા વચ્ચે બોલાચાલી થઈ છે.
જે બાદ બંને રડતા દેખાયા હતા. બિગ બોસ ૧૫નો એક પ્રોમો હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં જાેવા મળે છે કે, દેવોલીના અને રાખી લિવિંગ એરિયામાં સોફા પર બેઠા છે. ત્યારબાદ રાખી તેજસ્વીને બોલાવીને કહે છે, ‘કરણ કહેતો હતો કે તું તેજાને જીતાડી રહી છે, મને કેમ નથી જીતાડતી?’ ત્યારબાદ તેજસ્વી કરણને ટાસ્ક દરમિયાન કહે છે કે, ‘ચોખ્ખું દેખાય છે કે, હું જીતી જઈશ તો તને નહીં ગમે.
ત્યારબાદ કરણ તેજસ્વીને કહે છે, ‘તું મારા પર શંકા કરી રહી છે? આ બધા લોકો મારા કરતાં વધુ મહત્વ ધરાવે છે તારા માટે? હવે રાખી સાવંત સાચું બોલે છે અને હું જૂઠ્ઠો છું. થોડી તો શરમ કર.’ આ સાંભળીને તેજસ્વી કહે છે કે, પોતે એમના માટે જ રમશે જેઓ તેના માટે રમશે. આ સાંભળ્યા બાદ કરણ દુઃખી થઈ જાય છે કારણકે તેજસ્વી, રાખી અને તેની ટીમને સપોર્ટ કરી રહી છે, જે ટિકિટ ટુ ફિનાલે ટાસ્કમાં દગો આપી રહ્યા છે.
જાેકે, બાદમાં રાતના સમયે બંને અલગ-અલગ જગ્યા પર બેસીને રડતા જાેવા મળે છે. હવે રાખીના અર્ધસત્યના કારણે કરણ અને તેજસ્વીનો સંબંધ આગળ કેવા વળાંક પર ઊભો રહેશે, તે આજના એપિસોડમાં જાેવા મળળે. ગત એપિસોડમાં રાખી શમિતા અને તેની ટીમને સપોર્ટ કરતી હતી ત્યારે હવે તેમની સાથે લડતી જાેવા મળે છે. પ્રોમો પ્રમાણે, રાખીએ દેવોલીનાને ટાસ્કની વિજેતા જાગેર કરી છે જેના કારણે શમિતા રોષે ભરાય છે.બંને વચ્ચે શાબ્દિક પ્રહાર થાય છે અને ઝઘડા દરમિયાન બંને એકબીજાની નજીક આવી જાય છે અને પછી શમિતા રાખીને ધક્કો મારે છે.SSS