રાખી સાવંતનો પતિ બિગબોસ-૧૫માં ભાગ લેશે
મુંબઈ, બિગ બોસ ઓટીટીની પ્રથમ સીઝનનો અંત આવ્યો છે અને હવે મેકર્સ બિગ બોસની ૧૫મી સીઝનની તૈયારીઓમાં લાગી ગયા છે. બિગ બોસની આ સીઝનને પણ સલમાન ખાન હોસ્ટ કરશે. ૨ ઓક્ટોબરના રોજ સીઝન ૧૫ની શરુઆત થશે.
આ સીઝનમાં ભાગ લેવા માટે ઘણાં સેલિબ્રિટીનો સંપર્ક કરવામાં આવ્યો છે અને ઘણાં સભ્યોની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. આ દરમિયાન એક એવી જાણકારી મળી છે કે રાખી સાવંતનો પતિ રિતેશ પણ બિગ બોસ ૧૫માં ભાગ લેશે. રિતેશ કુમારે વાતચીતમાં આ વાત કન્ફર્મ કરી છે.
રિતેશ કુમારે કહ્યું કે, તે બિગ બોસ ૧૫માં પત્ની રાખી સાથે જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે રિતેશનું નામ બિગ બોસ ૧૪ દરમિયાન પણ ચર્ચામાં આવ્યુ હતું. આટલુ જ નહીં, માનવામાં આવી રહ્યુ હતું કે રિતેશ સીઝનના ફિનાલે એપિસોડમાં હાજર રહી શકે છે.
રિતેશને જ્યારે બિગ બોસ ૧૪માં ભાગ ના લેવાનું કારણ પૂછવામા આવ્યું તો તેણે કહ્યું કે, તે પોતાના બિઝનસના કામમાં વ્યસ્ત હોવાને કારણે શોમાં જાેડાઈ નહોતો શક્યો. જ્યારે રિતેશ પાસે તેનો એકાદ ફોટો માંગવામાં આવ્યો તો તેણે કહ્યું કે, તમે મને હવે શૉમાં જ જાેશો.
રિતેશે પોતાની તસવીર આપવાથી ઈનકાર કરી દીધો છે. રિતેશ બિગ બોસ ૧૫ને કારણે ઘણો ઉત્સુક છે. તે હોસ્ટ સલમાન ખાનને મળવા માટે પણ આતુર છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડા અને ઉત્તરપ્રદેશની વિધાનસભાના સ્પીકર હૃદય નારાયણ દીક્ષિતને રિતેશે રાખીના બચાવમાં જવાબ આપ્યા હતા. આ નેતાઓએ રાખી સાવંતને લગતી ટિપ્પણી કરી હતી.
ત્યારપછી રાખી સાવંતે સોશિયલ મીડિયા પર ટિ્વટ્સનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ ટિ્વટ્સ તેના પતિ રિતેશે તેના સપોર્ટમાં કરી છે. બિગ બોસ ૧૪માં રાખી સાવંતે પતિ રિતેશને લગતા અનેક ખુલાસા કર્યા હતા. તે ઘણીવાર પતિ રિતેશને યાદ કરીને રડી પણ હતી. રાખી સાવંતના પતિ રિતેશની એક પણ તસવીર હજી સુધી જાહેર નથી થઈ. રાખી સાવંતે જ્યારે પોતાના લગ્નની તસવીરો શેર કરી હતી ત્યારે પણ પતિ રિતેશને ક્રોપ કરી દીધો હતો.SSS