રાખી સાવંતે વિડીયો પોસ્ટ કરીને આર્યનને સપોર્ટ કર્યો
મુંબઈ, ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના સપોર્ટમાં હવે રાખી સાવંત આગળ આવી છે. રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને આર્યન ખાનને સપોર્ટ કર્યો છે. સાથે જ રાખી સાવંતે કહ્યું કે ‘જે લોકો પોતાને સિંહ સમજી રહ્યા છે તેમણે સિંહ સાથે લડવું જાેઈએ અને કોઈ બાળકનો શિકાર કરવો જાેઈએ નહીં.’
રાખી સાવંતે આ વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો છે કે જેમાં તે એવું કહેતા જાેવા મળી રહી છે કે ‘મને નથી ખબર કે શું સત્ય છે અને શું ખોટું. કોણ કોને ફસાવી રહ્યું છે, ખબર નથી. હું તો માત્ર એક વાત કહેવા માગું છું કે જે લોકો પોતાને સિંહ સમજી રહ્યા છે તેઓ સિંહ સાથે લડે.
શિયાળ બનીને બાળકનો શિકાર કરશો નહીં.’ રાખી સાવંતે વધુમાં કહ્યું કે મને તે વાત કહેતા ઘણું દુઃખ થાય છે કે ઘણાં શહેરોમાં કચરાના ડબ્બામાં ઘણાં બાળકો ડ્રગ્સ લઈને મરી જાય છે. ત્યાં પડી રહે છે. ત્યાં કોઈને કોઈ પ્રકારનો ફરક નથી પડતો. માતા-પિતા બાળક ગુમાવે છે. કચરાના ડબ્બામાં મૃતદેહ મળી આવે છે. કોઈ ત્યાં જઈને ડ્રગ એડિક્ટને પકડતું નથી. જ્યારે આર્યન ખાન તો ક્રૂઝમાં ફરવા માટે ગયો હતો.
અહીં નોંધનીય છે કે ગુરુવારે સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ કોર્ટમાં કહ્યું કે, સુનવાણી આગળ વધે તે પહેલા તેમના અસીલનું સ્ટેટમેન્ટ પણ સાંભળી લેવું જાેઈએ. જસ્ટિસ આર.એમ. નેર્લિકલે મંજૂરી આપતાં સતીશ માનશિંદે આર્યનનું સ્ટેટમેન્ટ વાંચ્યું હતું. માનશિંદેના કહેવા અનુસાર, આર્યનને આ પાર્ટી વિશે તેના મિત્ર પ્રતીક દ્વારા જાણ થઈ હતી. પ્રતીકે જ તેની મુલાકાત પાર્ટીના એક આયોજક સાથે કરાવી હતી અને પછી આર્યનને ફફૈંઁ ગેસ્ટ તરીકે ત્યાં આમંત્રિત કરાયો હતો.SSS