રાઘવ જુયાલ ડાન્સ દીવાને ત્રણનો ભાગ રહ્યો નથી
મુંબઈ: એક્ટર, કોરિયોગ્રાફર અને એક્ટર રાઘવ જુયાલ કે જે ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાને હોસ્ટ કરી રહ્યો હતો, તે હવે શોનો ભાગ રહ્યો નથી. રાઘવે બહાર થવાનો ર્નિણય એટલા માટે લીધો કારણ કે તે હોસ્ટ તરીકે અપકમિંગ શો ડાન્સ પ્લસ સાથે જાેડાયો છે. રાઘવે જણાવ્યું કે ‘જ્યારે હું ડાન્સ પ્લસ હોસ્ટ કરતો હોઉ ત્યારે કમ્ફર્ટેબલ અનુભવુ છું. ડાન્સ દીવાને શો લંબાયો અને મારો કોન્ટ્રાક્ટ ખતમ થઈ રહ્યો હતો. મને વિચાર્યું નહોતું કે શો લંબાશે અને મને તેવા શો હોસ્ટ કરવા ગમે છે જે એક નિર્ધારિત સમયગાળા માટે ચાલે છે. આમ તો, મ્યૂઝિક અથવા ડાન્સ રિયાલિટી શો દૈનિક ધારાવાહિક સીરિયલની જેમ લંબાવા ન જાેઈએ.
મેં ડાન્સ પ્લસને કમિટમેન્ટ આપ દીધું હતું અને આ સિવાય હું ફરહાન અખ્તરના ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત હતો. તેથી, મારી પાસે ડાન્સ દીવાનેમાંથી બહાર થવાનો કોઈ વિકલ્પ નહોતો. રાઘવે તેમ પણ કહ્યું કે, તેને તેવા શોનું એન્કરિંગ કરવું ગમે છે જેના ડાન્સર્સ ટેલેન્ટેડ હોય. ટેલિવિઝન પર શરુઆત થઈ ત્યારથી હું ડાન્સ પ્લસ હોસ્ટ કરી રહ્યો છું. રેમો ડિસૂઝા અને શક્તિ મોહન મારા પરિવાર જેવા છે. આ સિવાય, તેઓ અદ્દભુત ડાન્સર્સ છે. તેથી ઘણી બધી રીતે શોને આપવા માટે અને શીખવા માટે ઘણું છે. મને તેવા ડાન્સ શો નથી ગમતા જે સંગીત સેરેમનીમાં ફેરવાઈ જાય. હું તેવા શો સાથે જાેડાવવાનું પસંદ કરું છું, જેમાં નવા ડાન્સ ફોર્મ જાેવા મળે.
ડાન્સ દીવાને પાસે પણ સારા ડાન્સર હતા અને મને મારા ભાગનું કામ કરવાની મજા આવી. અગાઉ પણ, રાઘવ જુયાલે શોમાંથી બ્રેક લીધો હતો કારણ કે મહામારી દરમિયાન તે પોતાના વતનમાં લોકોની મદદ કરવા ઈચ્છતો હતો. શું શોમાંથી બહાર થવા માટેનો આ એક સંકેત હતો તેમ પૂછતાં તેણે કહ્યું કે, ના, હું મારા વતન જવા માગતો હતો કારણ કે મહામારી દરમિયાન ગાવા અને નાચવાના મૂડમાં ન હતો. જ્યારે હું મુંબઈ પાછો ફર્યો ત્યારે, મેં કેટલાક એપિસોડનું શૂટિંગ કર્યું હતું પરંતુ બાદમાં મેં ડાન્સ પ્લસના ઓડિશનનું શૂટિંગ શરુ કરી દીધું હતું.