Western Times News

Gujarati News

રાજકીય આગેવાનોનો નવો ફંડાઃ કોરોનાના નિયમોનો ભંગ કરો- ફોટા પાડો અને હાઈકમાન્ડ સુધી વાત પહોચાડો!!

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાના કેસ વધી રહ્યા છે અને તંત્ર પણ સતર્ક છે. ત્યારે રાજકારણીઓ બેફીકર છે. પાછલા દિવસોમાં જ કોરોનાનાને જાણે ભૂલાયો હોય એવા દ્રષ્યો સર્જાયા હતા. તેમાંથી પણ છટકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજકારણીઓ કોઈપણ પક્ષના હોય પરંતુ સૌ પ્રથમ તેમણે જ કોરોનાની ગાઈડલાઈનનુૃ કડક રીતે પાલન કરીને પ્રજામાં દાખલો બેસાડવો પડે છે. પરંતુ અહીંયા તો ચિત્ર ઉલ્ટુ જાેવા મળી રહ્યુ છે.

સામાન્ય પ્રજા એકંદરે નિયમોનું પાલન કરી રહી છે. રાજકીય અગ્રણીઓ કોરોનાની ગાઈડલાઈનનુૃ ઉલ્લંઘન કેમ કરી રહ્યા છે તે અંગે જાણવાનો પ્રયાસ કરતા કેટલાંક આગેવાનોએ જણાવ્યુ હતુ કે એક તો આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે તેથી હાઈકમાન્ડને પોતે કેટલા સક્રિય છે એ બતાવવા માંગે છે.
બીજી તરફ સોશ્યલ મીડીયા પાવરફૂલ પ્લેટફોર્મ તરીકે ઉભર્યુ છે. તેથી યોજાયેલા કાર્યક્રમોને તેના પર મુકીને પ્રસિધ્ધી મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છેે.

આજકાલ તો નેગેટીવ પબ્લિસીટી પણ મેળવાય છે. નેગેટીવ પબ્લિસીટીથી લાંબાગાળે ફાયદો થાય કે ન થાય પરંતુ સોશ્યલ મીડીયાની ચર્ચા માધ્યમોમાં જરૂર શરૂ થઈ જાય છે.

રાજકીય આગેવાનો સતત પ્રકાશમાં રહેવા માંગતા હોય તે સ્વાભાવિક છે. પોતાના મત વિસ્તારમાં નામ સતત ગાજતુ રાખવા સોશ્યલ મીડીયા અસરકારક સાબિત થઈ રહ્યુ છે. ગણતરીના કલાકોમાં તો વ્યક્તિ પ્રસિધ્ધ થઈ જાય છે.

આજકાલ આ પધ્ધતિનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. કોઈપણ પાૃટી હોય એના આગેવાનોએ હાઈકમાન્ડ સુધી પહોંચવુ પડે છે અને તેથી જસોશ્યલ મીડીયાના સહારા માટે કોરોનાના નિયમોનો ભંગ કરાય છે. સામાન્ય સંજાેગોમાં કોઈપણ જાતના પગલાં લેવાતા નથી. આપણે એ વાત અગાઉ જાેઈ છે. હજુ પણ આગાથી દિવસોમાં આ પ્રકારે નિયમોના ભંગના દ્રષ્યો જાેવા મળે તો નવાઈ પામવા જેવુ કશુૃ રહેશે નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.