રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી માટે ‘ક્રાઈટેરિયા’ નક્કી કરશે
ત્રિ-પાંખિયા જંગ તથા સંભવિત ધૃવીકરણને જાેતા મોટા ફેરફારની શક્યતા
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાતમાં ચૂંટણીનો સળવળાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષો માટે સૌથી મહત્ત્વની જવાબદારી ઉમેદવારોની પસંદગીની હોય છે. દરેક પાર્ટી તેમના પક્ષની સ્થિતિ અને હાઈકમાન્ડના આદેશ અનુસાર નક્કી કરેલા ‘ક્રાઈટેરીયા’ મુજબ ઉમેદવારોની પસંદગી કરે છે. ભાજપમાં હાઈકમાન્ડની નીતિ રહી છે કે જે ઉમેદવારો જીતી શકે તેને જ ટીકીટ ફાળવવામાં આવે છે.
અર્થાત જેની વ્યક્તિગત છાપ સારી હશે તેવા કાર્યકરો કે આગેવાન પર પસંદગી ઉતારાય છે. હાઈકમાન્ડે જે ક્રાઈટેરિયા નક્કી કર્યો હોય તેને ધ્યાનમાં લેવાય છે. જે ઉમેદવાર છેલ્લે ચૂૃૃંટણી લડ્યો હોય અને જીતી શકે તેમ ન હોય તેનું પતુ કાપવામાં કચાશ રખાતી નથી.
આ વખતે ભાજપમાં સંભવતઃ ફ્રેશર્સ યુવાઓને મહત્ત્વ અપાય તેમ મનાય છે. પરિણામે ઘણા વર્તમાન ધારાસભ્યોનું પત્તુ કપાઈ જાય તો નવાઈ રહેશે નહી.
રાજકીય પક્ષ કોંગ્રેસની વાત કરીએ તો આ વખતે કોંગ્રેસ પૂરા જાેશ સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવવા સજ્જ થઈ ગયુ છે. ઉમેદવારોની પસંદગીના સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરી દેવાશે. આગામી દિવસોમાં ક્રાઈટેરિયા નક્કી થયા મુજબ જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાય એવી શક્યતાઓ છે. ખાસ કરીને ઈમાનદાર વફાદાર અને યુવા ચેહરાઓને આ વખતે કોંગ્રેસ મહત્ત્વ આપશે તેમ મનાય છે.
કોંગ્રેસની નજર અત્યારે પાટીદાર અગ્રણી નરેશ પટેલના નિર્ણય પર મંડાઈ છે. ‘વેઈટ એન્ડ વાચ’ ની નીતિ અપનવાઈ રહી છે.
બીજી તરફ આમ આદમી પાર્ટી આ વખતે ત્રીજા પરિબળ તરીકે ચૂંટણીમાં ઝંપલાવશે. દિલ્હી-પંજાબમાં જીત પછી આમઆદમી પાર્ટીએ ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.
જાેવાનું એ રહે કે ‘આપ’ તમામ બેઠકો પરથી ઉમેદવારો ઉભા રાખશે કે પછી કોઈ પાર્ટી જાેડે ગઠબંધન કરે છે. ભાજપ-કોંગ્રેસ, આમઆદમી પાર્ટી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી ભલે પછીથી કરે પરંતુ તે અંગે ચોક્કસ ફોમ્ર્યુલા સાથે ક્રાઈટેરિયા નક્કી કરી નાંખશે.