રાજકુમારની સાથે જાન્હવી કપુર નજરે પડશે
મુંબઇ, બોલિવુડના લોકપ્રિય સ્ટાર રાજકુમાર રાવે આજે કહ્યુ હતુ કે તે કોમેડી હોરર ફિલ્મ રોહી અફઝાનાને લઇને આશાવાદી છે. આ ફિલ્મમાં તે જાન્હવી કપુર સાથે નજરે પડનાર છે. આ ફિલ્મ પાંચમી જુનના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જાન્હવી કપુરની પ્રશંસા કરતા રાજકુમાર રાવ કહે છે કે જાન્હવી એક કુશળ અભિનેત્રી છે. જાન્હવી કપુર હાલમાં એક સાથે કેટલીક ફિલ્મમાં કામ કરી રહી છે. તે ગુંજન સક્સેના નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મ ૨૫મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે. રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રીને બોક્સ ઓફિસ પર શાનદાર પ્રતિસાદ મળ્યા બાદ હવે નિર્માતા દિનેશ વિજાને અભિનેતા રાજકુમાર રાવ સાથે વધુ એક ફિલ્મ કરવા માટેની તૈયારી કરી છે. ફિલ્મમાં અભિનેત્રીને લઇને શોધખોળ ચાલી રહી હતી.
જો કે હવે શોધખોળ પુરી કરી લેવામાં આવી છે. ફિલ્મનુ શુટિંગ હાલમાં જારી છે. ટુંક સમયમાં શુટિંગને પૂર્ણ કરી લેવામાં આવશે. સુત્રોની વાત પણ વિશ્વાસ કરવામાં આવે તો ધડક ફિલ્મમાં તમામ નિર્માતા નિર્દેશકો જાન્હવી કપુરના દેખાવ અને એક્ટિંગથી પ્રભાવિત થયા હતા. જેથી તેને લીડ રોલમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે જાન્હવી કપુર પોતે રાજકુમાર રાવની મોટી ચાહક તરીકે છે. તેના અંગે તમામ પ્રકારની માહિતી ધરાવે છે. ધડક ફિલ્મને જાઇને રાજકુમાર રાવ પણ પ્રભાવિત થયો હતો. હવે તેની સાથે ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. હવે બંને સાથે કામ કરવા જઇ રહ્યા છે.