રાજકુમાર રાવ રિસેપ્શનમાં શાહરૂખના સોન્ગ પર નાચ્યો

મુંબઈ, ૧૧ વર્ષના રિલેશનશિપ બાદ રાજકુમાર રાવ અને પત્રલેખા લગ્નના બંધનમાં બંધાયા. લગ્ન બાદ સાંજે કપલે રિસેપ્શન યોજ્યું હતું.જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક સેલેબ્સ સિવાય રાજનેતા પણ સામેલ થયા હતા, જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિસેપ્શનમાં રાજકુમાર રાવે બ્લેક સૂટ પહેર્યુ હતું જ્યારે પત્રલેખા ગોલ્ડન સાડીમાં જાેવા મળી હતી. આ સેલિબ્રેશનમાં એક બેન્ડને પણ બોલાવવામાં આવ્યું હતું. આ ફંક્શનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાજકુમાર રાવ સ્ટેજ પર શાહરૂખ ખાનના સુપરહિટ સોન્ગ ‘દિલ સે રે’ પર ડાન્સ કરતો જાેવા મળી રહ્યો છે. બાદમાં પત્રલેખા પણ તેને તેમાં સાથ આપે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકુમાર શાહરૂખ ખાનનો ફેન હોવાથી, રિસેપ્શનમાં તેના જ સોન્ગ વગાડવાનું કહેવામાં આવ્યું હતું.
રાજકુમારે શાહરૂખ ખાનની ફિલ્મોમાંથી તેના ફેવરિટ સોન્ગ પ્લે કરવાનું બેન્ડને કહ્યું હતું’. બાદમાં રાજકુમારે પણ બેન્ડ પાસેથી માઈક લઈ લીધું હતું અને પોતાના ફેવરિટ સોન્ગની કેટલીક લાઈન ગાઈ હતી. રાજકુમાર અને પત્રલેખાનું જ્યાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું ત્યાંની પણ તસવીરો સામે આવી છે. જેમાં વ્હાઈટ થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે.
તસવીરોમાં વ્હાઈટ ટેબલ, ચેર અને વ્હાઈટ ફૂલ જાેઈ શકાય છે. રિસેપ્શનમાંથી વધુ એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કપલ અમિતાભ બચ્ચનના આઈકોનિક સોન્ગ ‘જુમ્મા ચુમ્મા દે દે’ પર ઠુમકા મારી રહ્યા છે. પત્રલેખાએ કેઝ્યુઅલ ડ્રેસ પહેર્યો છે જ્યારે રાજકુમારે લૂઝ જેકેટ અને પેન્ટ પહેર્યું છે.
મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ તેમના સોશિયલ મીડિયા પર પત્રલેખા અને રાજકુમાર સાથેની તસવીર શેર કરીને તેમને આશીર્વાદ આપ્યા છે. તેમણે લખ્યું છે ‘ચંડીગઢમાં બોલિવુડના પ્રસિદ્ધ અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્ન સમારોહમાં હાજરી આપી અને વર-વધૂને આશીર્વાદ તેમજ સફળ વૈવાહિક જીવનની શુભકામના પાઠવી’.
બોલિવુડ કોરિયોગ્રાફર ફરાહ ખાને પણ રાજકુમાર અને પત્રલેખાસાથેની તસવીર શેર કરી છે અને લખ્યું છે ‘તમે તેવા વ્યક્તિ સાથે લગ્ન નથી કરતા જેની સાથે તમે રહી શકો. તમે તેવા વ્યક્તિ સાથે લગ્ન કરો છો જેના વગર તમે રહી શકતા નથી.
રાજકુમાર રાવ અને પત્રલેખા તમારા લગ્ન સૌથી સુંદર અને ભાવુક રહ્યા અને આગળ પણ આમ જ રહેશે તેમ હું જાણું છું. લવ યુ રાજુ અને ગોલ્ડી.SSS