રાજકોટઃ અકસ્માત બાદ બીઆરટીએસ બસ પર ટોળાનો પથ્થરમારો કરાયો
રાજકોટ, રાજકોટમાં બીઆરટીએસ બસ પર પથ્થરમારો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. રાત્રે બીઆરટીએસના બસ ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. જે બાદમાં ટોળાએ બસ પર પથ્થરમારો કરી દીધો હતો. સામે આવેલ વીડિયોમાં બસના કાર તૂટી ગયાનું જાેવા મળે છે. આ મામલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે તેવી માહિતી મળી છે.
ટોળાએ કર્યો પથ્થરમારો રાજકોટમાં બીઆરટીએસની બસ પર રાત્રે ટોળાએ પથ્થરમારો કર્યો છે. બીઆરટીએસના ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધા બાદ ટોળું એકઠું થયું હતું. ટોળાનો ગુસ્સો ફાટી નીકળતા બસ પર પથ્થરમારો કરી દીધો હતો. બસની ટક્કરથી ઈજાગ્રસ્ત થયેલા બાઇક ચાલકને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પથ્થરમારાના બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આસપાસના સીસીટીવીની મદદથી હુમલો કરનારા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી છે.
પથ્થરમારામાં બસને નુકસાન થતા મહાનગર પાલિકાએ પણ આ મામલે ફરિયાદ આપતા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ મનપા સંચાલિત બીઆરટીએસની ઇલેક્ટ્રિક બસ પર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં બસના સાઇડના અને પાછળની બાજુના કાચ તૂટી ગયા હતા.
બસના દરવાજાના કાચ પણ તૂટી ગયા હતા. આ બનાવમાં ડ્રાઇવર કે કોઈ મુસાફરને ઈજાના સમાચાર નથી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થયા છે. બીઆરટીએસના ઇલેક્ટ્રિક બસ પર ટોળાએ પથ્થરમારો કરી દીધો હતો. અકસ્માત બાદ લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો.HS2KP