Western Times News

Gujarati News

રાજકોટઃ દીવાલ ધરાશાયી થતાં બાળકનું મોત

રાજકોટ, રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી  અનેક શહેરોમાં  બિલ્ડિંગ અને દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે. ત્યારેરાજકોટમાં આજીડેમ નજીક ગુલાબનગરમાં સરકારી જમીનમાં વંડાની દિવાલ માથે પડતા માસુમ બાળકનું મોત નિપજયું હતુ. જયારે તેના પિતાને ગંભીર ઇજા પોહચતા તેને સારવાર માટે સિવીલ હોપિસ્પટલમાં ખસેડાયા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગુલાબનગરમાં રહેતા ઈશુભાઈ મજીદભાઈ લકરીયા (ઉ.વ.૩૫) અને તેનો પુત્ર કરણ (ઉ.વ.૭) સવારે તેના ઘર પાસે સરકારી ખરાબાની જગ્યાએ તડકો ખાવા બેઠા હતા તે દરમિયાન દિવાલ પડતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ પુત્ર કરણનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજયું હતું.

બનાવને પગલે આજીડેમ પોલીસ મથકના જમાદાર મહેન્દ્રભાઈએ તપાસ કરતા પિતા ઈશુભાઈ કચરો વિણવાનું કામ કરતા અને મુળ કાલાવડના હાલ રાજકોટમાં ગુલાબનગરમાં રહેતા તેને સંતાનમાં ત્રણ પુત્રો અને બે પુત્રી હોવાનું અને સવારે તેના ઘર પાસે બેઠા હતા તે દરમિયાન દિવાલ પડતા બનાવ બન્યો હોવાનું પરિવારે જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.