Western Times News

Gujarati News

રાજકોટનાં જાણીતા વેપારીની કસ્ટમ વિભાગ દ્વારા ધરપકડ

રાજકોટ, અમદાવાદમાં કરોડો રૂપિયાની દાણચોરીનાં (Smuggling) પ્રકરણ મુદ્દે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટનાં Rajkot businessman નામાંકિત વેપારી રાજુ ગોસ્વામીની (Raju goswami) ધરપકડ arrested કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગની ટીમ દ્વારા રાજકોટમાં નામાંકિત વેપારી રાજુ ગોસ્વામીની ધરપકડ કરાઇ હતી. મહત્વનું છે કે વેપારમાં રાજુ ગોસ્વામી મોટું નામ ધરાવે છે. તો અગાઉ આ જ મામલે કસ્ટમ વિભાગનાં સુપ્રિટેન્ડેન્ટ સોમનાથ ચૌધરીની (Custom suprintendent somnath Chaudhry) પણ ધરપકડ કરાઇ હતી.

આ ઉપરાંત અન્ય એક મહિલાની પણ કસ્ટમ વિભાગે અટકાયત કરી છે. રાજકોટનાં નામાંકિત વેપારીઓમાનાં એક ગણાતા રાજુ ગોસ્વામીની ધરપકડ થતાં રાજકોટમાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી બાજુ રાજકોટનાં બીજા બે મોટા માથાની પણ કસ્ટમ વિભાગ ધરપકડ કરી શકે તેવી શકયતા વ્યકત કરાઇ છે.

અમદાવાદ એરપોર્ટ ahmedabad airport દિવસે ને દિવસે દાણચોરીનો ગઢ બનતું જઇ રહ્યું છે. કસ્ટમે થોડા દિવસ અગાઉ અમદાવાદમાં રહેતી મહિલાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દુબઈની (dubai trip) ૭૩ ટ્રીપ કરી ૪૨૦ કરોડનું ૧,૨૮૫ કિલો સોનું અમદાવાદ ખાતે લાવી હતી. બેગેજ હેન્ડલર જીગ્નેશ સાવલિયાને (Bagage handler Jignesh Savaliya) કસ્ટમ્સના અધિકારીઓએ અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરતાં ઝડપ્યા બાદ અનેક પ્રકારના ઘટસ્ફોટ થયા છે. સેટેલાઈટના બીમાનગર (Bimangar Satellite) પાસેના જીવનધામમાં રહેતી દિવ્યા ભુદિયા (Divya Bhudiya arrested) નામની મહિલાની ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.