Western Times News

Gujarati News

રાજકોટના ગોંડલમાં ૧૫ વર્ષની તરુણી માતા બની

રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલમાં ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. જેમાં એક ૧૫ વર્ષની તરુણી માતા બની છે. તરુણીએ બાળકને જન્મ આપતા તેણી પર દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. આ બનાવ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

તરુણીએ ગોંડલ શહેરની સિવિલ હૉસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તેને સાંભળીને પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ગોંડલ સિવિલ હૉસ્પિટલમાં ફક્ત ૧૫ વર્ષની તરુણીએ બાળકીને જન્મ આપ્યો છે.

પોલીસ તપાસ દરમિયાન તરુણીના મોટાબાપુ (પિતાના મોટાભાઈ)એ મધ્યપ્રદેશ ખાતે તરુણી પર દુષ્કર્મ આચર્યાનો ખુલાસો થયો છે. આ કેસમાં ફરિયાદ બાદ મધ્ય પ્રદેશ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. એવી પણ માહિતી મળી છે કે સગીરા મૂળ મધ્ય પ્રદેશની વતની છે.

સગીરા બે દિવસ પહેલા જ ગોંડલ તાલુકાના હડમતાળા ગામ ખાતે મજૂરી માટે આવી હતી. આ દરમિયાન દુઃખાવો ઉપડતા તેણીને હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન એવી વિગતો ખુલી છે કે તરુણી પર તેના પિતાના મોટાભાઈએ જ મધ્ય પ્રદેશમાં દુષ્કર્મ આચર્યું હતું. એવી વિગત સામે આવી છે કે તરુણી મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં પોતાના દાદ-દાદી સાથે રહેતી હતી.

તેની બાજુમાં તેના મોટાબાપુ એટલે કે પિતાના મોટાભાઈ રહેતા હતા. એક દિવસ તરુણીના મોટાબાપુએ તેણીને જમવાની લાલચ આપીને ઘરમાં બોલાવી હતી.

બાદમાં તેણે પોતાની હવસ સંતોષી હતી. આ બનાવ બાદ તરુણી એટલી ડરી ગઈ હતી કે કોઈને વાત પણ કરી શકી ન હતી. આ કેસની અન્ય ચોંકાવનારી વિગતો એવી છે કે પીડિત સગીરાના પિતાનું સાત વર્ષ પહેલા અવસાન થયું છે. જે બાદમાં તેની માતાએ બીજા પુરુષ સાથે લગ્ન કરી લીધા હતા અને ભાગી ગઈ હતી. તરુણી અને તેનો ભાઈ તેના દાદા-દાદી સાથે રહેતા હતા.

દરમિયાન પિતાના મોટાભાઈએ દુષ્કર્મ આચરતા તરુણી પ્રેગનેન્ટ થઈ હતી. આ અંગેની ફરિયાદ બાદ પોલીસે તરુણીના મોટાબાપુની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. એવી પણ વિગતો સામે આવી છે કે તરુણી હડમતાળા ગામ ખાતે રહેતા તેના કાકા-કાકી પાસે આવી હતી. તરુણીના કાકા અને કાકી હડમતાળા ગામ ખાતે મજૂરી કામ કરે છે. તરુણીએ એક બાળકીને જન્મ આપ્યો હોવાથી હાલ તેના કાકા-કાકી નવજાત અને તરુણી બંનેની સારસંભાળ લઈ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.