Western Times News

Gujarati News

રાજકોટના જેતપુરમાં સગીરા પર પડોસી યુવકે દુષ્કર્મ ગુજાર્યું

રાજકોટ: ગુજરાતમાં હાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના ગુનાઓમાં વધારો થયો છે જેતપુરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય તેવું નજરે પડી રહ્યું છે જેતપુર શહેરમાં છેલ્લા બે મહિનામાં ૪ સગીરા પર દુષ્કર્મના કેસ સામે આવ્યા છે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં સગીરા પર તેમના જ પાડોશી યુવક દ્વારા એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે જેતપુરના પાંચપીપળા વિસ્તારમાં રહેતો કોશિક ભાયાણી નામના યુવકે તેની સામે રહેતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે કૌશિકે સગીરાને ફોસલાવી પ્રેમ સંબંધ બાધ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને ત્યારબાદ સગીરા સાથે વોટ્‌સઅપમાં વાતચીત કરતો હતો

પરંતુ એક દિવસ સગીરાના ધરે કોઇ ન હોવાનું જાણવા મળતા અને એકલતાનો લાભ લઇ કૌશિકે સગીરાની ઘરે જઇ સગીરાની મરજી વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું. કૌશિકને જાણ થતાં સગીરાને ઘરે સગીરા એકલી છે ત્યારે સગીરા પાણી ભરી રહી હતી અને કૌશિક સગીરાના ઘરમાં ધુસી જઇ દરવાજાે બંધ કરી સગીરા સાથે બળજબરીપૂર્વક કૃત્ય આચર્યું હતું આ ઘટનાની કોઇ પણને જાણ ન કરવા પણ ધમકી આપી હતી.

પોલીસ દ્વારા આ મામલે સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી રહી છે શહેર પીઆઇ કરમુર દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.