Western Times News

Gujarati News

રાજકોટના યુવાનોએ એક સાથે બે પેશન્ટને ઓકસીજન આપી શકાય તેવું કોન્સ્ટ્રનટ્રેટર નિર્માણ કર્યુ

આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાતની નેમ સાકાર કરતું કોરોના મહામારીના સંક્રમિતોની સારવારમાં રાજકોટના યુવાઓનું યોગદાન ઉપયોગી બનશે*

*ફેરબી ટેકનોલોજીની આ પ્રોડકટ રશિયન સ્ટાટર્ન્ડડ મુજબના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરીઓ મેળવી પ્રાયોગિક ધોરણે ટ્રાયલ રન માટે અપાશે*

 *પ્રતિ મિનિટ૧૦ લીટરની ક્ષમતા ધરાવતું પ્લગ એન્ડ પ્લે ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટર એક સાથે બે દરદીઓને ઓકસીજન આપી શકશે*

*કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં આ મહામારીથી વધુ સંક્રમિત દરદીઓની સારવાર માટે ઓકસીજનની જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી કરી શકાય તેવી અભિનવ પહેલ રાજકોટના યુવા સાહસિકોએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવીને કરી છે*.

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ફેરબી ટેકનોલોજી પ્રાયવેટ લિમીટેડના યુવા ઇજનેરોએ આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરનું ગાંધીનગરમાં નિદર્શન કર્યુ હતું*.

*શ્રી વિજયભાઇ રૂપાણીએ આ યુવાઓને તેમના આ ઇનીશ્યેટીવ માટે અભિનંદન અને પ્રોત્સાહન આપતાં કહ્યું કે, રાજકોટની આ પહેલ આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ગુજરાતને સાકાર કરશે*

*મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટનટ્રેટરનું નિદર્શન કરતાં શ્રી મુકેશ વીરડીયા એ જણાવ્યું કે, ૧૦ લીટર પ્રતિ મિનીટનો ઓકસીજન ફલો ધરાવતું આ મશીન પ્લગ એન્ડ પ્લે-પોર્ટેબલ છે અને તેના દ્વારા એક સાથે બે દરદીઓને સારવાર આપી શકાય તે માટે બે ફલો ધરાવતું આ મશીન છે*.

*તેમણે કહ્યું કે, આ મશીન પ્રાયોગિક ધોરણે ત્રણ દિવસ માટે ટેસ્ટીંગ કર્યા બાદ હવે રશિયન સ્ટાર્ન્ડડ પ્રમાણેના ટેસ્ટિંગ અને અન્ય જરૂરી મંજૂરી-પરવાનગીઓ મેળવ્યા બાદ જ ફાયનલ પ્રોડકટ ટ્રાયલ રન માટે તબીબોને અપાશે*

આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરમાં શ્વાસમાં ભેજ આવતો ન હોવાથી ભેજ જન્ય અન્ય રોગ કે મ્યુકોરમાઇસેસીસ જેવા રોગની સંભાવના આ મશીનના ઉપયોગ બાદ નહિવત છે એમ તેમણે મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નિદર્શન નિહાળ્યા બાદ તેમને જરૂરી મંજૂરીઓ મેળવવામાં રાજ્ય સરકાર માર્ગદર્શન આપશે તેમ યુવા સાહસિકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું.

આ પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરનું નિદર્શન રાજકોટ મહાનગરના વોર્ડ-૬ ના કોર્પોરેટર શ્રી બિપીન બેરા સાથે સર્વશ્રી મુકેશ વીરડીયા, રાજેન્દ્રભાઇ, ગોવિંદભાઇ માલીયા અને ઉમેશભાઇ એ મુખ્યમંત્રીશ્રી સમક્ષ કર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.