Western Times News

Gujarati News

રાજકોટના રેલ નગરમાં આગથી પરણિતાનું મોત થયું

ઘર કંકાસના લીધે ગરાસીયા પરિણીતાએ અગ્નિસ્નાન કર્યું હોવાનો અંદાજ, પોલીસે સઘન તપાસ હાથ ધરી

રાજકોટ: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં છત્રપતિ શિવાજી ટાઉનમાં આવેલ ડી વીંગના છઠ્ઠા મળે આગજનીની ઘટના બની હોવાની સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસનો કાફલો, ૧૦૮ની ટીમ તેમજ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી ૧૦૮ ની ટીમ દ્વારા યોગીરાજ સરવૈયા તેના પુત્ર અને પુત્રીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે કે આગજનીના બનાવમાં વર્ષાબા સરવૈયા નામની પરણિતાને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. જાણવા મળતી વિગત મુજબ રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી ટાઉનશીપ માં ઘર કંકાસ ના કારણે ગરાસીયા પરિણીતાએ અગ્નિસ્નાન કર્યું હતું. ત્યારે અગ્નિસ્નાન કરેલી પરિણીતાને ઠારવા જતા પતિ યોગીરાજ સિંહ સરવૈયા તેમજ તેના પુત્ર અને પુત્રી દાઝી ગયા હતાં. જેથી દાઝી ગયા હોવાના કારણે તમામને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ એલ ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ દાઝી ગયેલા પરિવારજનોના નિવેદન લેવા માટે પ્રદ્યુમન નગર પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. ત્યારે પરિવારજનોના નિવેદન નોંધ્યા બાદ પોલીસ સમગ્ર ઘટના અંગે આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો નોંધે છે તે જાેવું અતિ મહત્ત્વનું બની રહેશે. સમગ્ર મામલે બનાવ સામૂહિક આપઘાતનો છે

પછી આકસ્મિક લાગી હતી તે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ જ સાચો ખ્યાલ આવશે. સમગ્ર ઘટનામાં પરિણીતાનું મૃત્યુ નિપજયું છે ત્યારે પરણિતાના પિયર પક્ષના લોકો દ્વારા મૃતક પરિણીતાના પતિ વિરુદ્ધ કોઈ ફરિયાદ આપવામાં આવે છે કે કેમ એ પણ જાેવું મહત્ત્વનું બની રહેશે. ત્યારે હાલ તો સમગ્ર મામલે આડોશી-પાડોશી ની પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.