Western Times News

Gujarati News

રાજકોટના વકીલનું સોશિયલ મીડિયા પર લાઈવ વેળા મોત

રાજકોટ: સોશિયલ મીડિયા પર લાઈવ દરમિયાન હાર્ટઅટેક આવતા રાજકોટના જાણીતા વકીલનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટના ગુરુવાર રાતની છે. રાજકોટના અતુલ સંઘવી રોજના નિત્યક્રમ મુજબ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને ગીત-સંગીતમાં મગ્ન હતા ત્યારે જ તેમને હાર્ટઅટકે આવ્યો હતો, જેના કારણે તેમનું લાઈવ દરમિયાન જ મોત નીપજ્યું હતું.

વકીલ અતુલ સંઘવીના મૃત્યુથી પરિવાર અને મિત્રો અને સંગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર લાઈવ દરમિયાનનો એક વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં અતુલભાઈ ગીતો સાંળભતા સાંભળતા અચાનક ઢળી પડે છે. જાે કે. આ દરમિયાન લોકો કોમેન્ટ શું થયું તેવું પણ પૂછી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલો અનુસાર અતુલભાઈ ૬૧ વર્ષની વયે નિધન થયું છે. તેઓ દરરોજ સોશિયલ મીડિયા પર લાઇવ થઈને ઓલ્ડ સોંગ્સ સાંભળી આનંદ માણતા હતા. આ દરમિયાન ગુરુવારે રાતે પણ તેઓ નિત્યક્રમ મુજબ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને સોંગ્સ સાંભળતા હતા ત્યારે અચાનક તેમને હાર્ટઅટેક આવતા તેઓ તરફડિયાં મારવા માંડ્યા અને અંતે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. જાે કે, આ દરમિયાન લાઈવ નિહાળી રહેલા લોકો પણ ‘અતુલભાઈ શું થયું?’ સહિતની કોમેન્ટ્‌સ કરી રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારી દરમિયાન અતુલ સંઘવીએ કોરોના વોરિયર બનીને ઉમદા કામ કર્યાં હતા. એટલું જ નહીં, ગત વર્ષે લોકડાઉનમાં અઢી મહિના પોલીસ કમિશનર અને ટ્રસ્ટ સાથે જાેડાઈને જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોચાડ્યું હતું. તેમની આ સેવાઓને ધ્યાનમાં લઈને તેમને સામાજિક સંસ્થા દીકરાના ઘર દ્વારા કોરોના વોરિયર તરીકે સન્માન આપવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.