ધારેશ્વર મહાદેવ આદરણા ખાતે “હોમત્મક મહારૂદ્ર” યજ્ઞ યોજાયો
છોટી કાશી હળવદના ભૂદેવોને બ્રહ્મ ભોજન અર્થે ખાસ લક્ઝરી બસ દવારા તેડાવાયા
(જીજ્ઞેશ રાવલ)હળવદ,પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા પરિવાર દવારા મોરબના આદરણા ગામ ખાતે આવેલ શ્રી ધારેશ્વર મહાદેવના સાનિધ્યમા તા.02/05/22થી તા.06/05/22 સુધી પંચ દિવસય શિવ આરાધના અને પંચ દિવસય “હોમાત્મક મહારૂદ્ર યજ્ઞ” યોજાયો હતો, અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરનો જીણોદ્ધાર પણ આ જ કુંડારીયા પરિવાર દવારા કરવામા આવેલ છે.
જયારે, આજરોજ આ પાંચદિવસય શિવ આરાધના અને હોમાત્મક મહારૂદ્ર યજ્ઞના પુર્ણાહુતી પ્રસંગે બ્રહ્મ ભોજન અર્થે છોટી કાશી તરીકે સુવિખ્યાત એવા હળવદના ભૂદેવોને ખાસ લક્ઝરી બસ દવારા તેડાવવામા આવેલ હતા.યજ્ઞના આચાર્ય પદે ધારેશ્વર મહાદેવના પરમ ઉપાશક રાજુભાઈ વ્યાસ (આદરણા) તેમજ કર્મના આચાર્ય તરીકે વસંતભાઈ જ્યંતિલાલ જોશી રહ્યા હતા.છેલ્લા પાંચ દિવસ ચાલતા આ ધર્મોત્સવમા અનેક ભાવિક-ભક્તો અને આમંત્રીતો એ યજ્ઞનારાયણના દર્શન-પ્રસાદનો લાભ લીધો હતો.