રાજકોટની આગની ઘટનામાં આયોજકો સામે FIR દાખલ
આ ગેમિંગ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી છે જ્યારે નિતિન જૈન તેના મેનેજર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરી છે.
(એજન્સી)રાજકોટ, રાજકોટમાં ગેમ ઝોનની આગના બીજા દિવસે આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૩૩ સુધી પહોંચી ગયો છે અને આગ કયા કારણથી લાગી તેની તપાસ હજુ ચાલે છે. આ દરમિયાન ટીઆરપી ગેમ ઝોનમાં જેસીબી મશીનથી કાટમાળ દૂર કરવાનું કામ ચાલે છે. ગેમ ઝોનમાં સામાન્ય રીતે તગડી ફી હોય છે
પરંતુ વેકેશનમાં વધુમાં વધુ લોકો ગેમ ઝોનમાં આવે તે માટે આયોજકોએ ૯૯ રૂપિયામાં એન્ટ્રીની સ્કીમ આપી હતી. તેના કારણે ભારે ભીડ થઈ હતી, ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા હતી નહીં અને આ આગ ફાટી નીકળી હતી. કથાકાર મોરારી બાપુએ પણ આ ઘટના પર દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય કરી છે.
મોરબી કાંડ, હરણી તળાવ કાંડ અને હવે રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડના કારણે સરકારની ભારે ટીકા થઈ રહી છે. મોડી રાતે સરકારે બેઠકોનો દોર ચલાવ્યો હતો અને સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથઆ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેના પછી આ મામલે પોલીસ એફઆઈઆર દાખલ છે જેમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
શનિવારના દિવસે આ ગેમિંગ ઝોનમાં ૯૯ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી હતી જેનો ફાયદો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરિણામે જાનહાનિનો આંકડો ઊંચો રહ્યો છે. અનેક પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે અને કેટલાય હજુ મૃતદેહોને શોધી રહ્યા છે.
પોલીસ મથકે એફઆઈઆરમાં ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને પ્રકાશ સોલંકી સહિત કુલ ૬ લોકો સામે એફઆઈઆર નોંધી છે. આઈપીસીની કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮ અને ૧૧૪ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૧૦ જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં ૫ અધિકારીઓની એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી) રચવામાં આવી છે જે આ ઘટનાની કરશે. આ ગેમિંગ ઝોનના માલિક યુવરાજસિંહ સોલંકી છે જ્યારે નિતિન જૈન તેના મેનેજર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંનેની ધરપકડ કરી છે.
આ દરમિયાન જાણીતા કથાકાર મોરારીબાપુની કથા ગોંડલમાં ચાલતી હોવાથી તેમણે વ્યાસપીઠેથી આગની ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને મૃતકોના પરિવારજનોને રુપિયા ૫,૦૦,૦૦૦ ની સહાય જાહેર કરી છે. રાજકોટમાં ્ઇઁ ગેમ ઝોન ઘણા સમયથી ચાલુ હતો અને તેનો એટલો બધો પ્રચાર કરવામાં આવ્યો હતો કે ફરવા માટે તે એક જાણીતી જગ્યા બની ગઈ હતી. સોશિયલ મીડિયા ઉપર પણ તેનો બહુ પ્રચાર કરવામાં આવ્યો હતો. આ હકીકતમાં એક પાર્ટી પ્લોટની જગ્યા હતી જ્યાં જોત જોતામાં ગેમ ઝોન બનાવી દેવાયો હતો.