રાજકોટની ફેમસ હોટલમાંથી બાળકી બીજા માળથી પટકાઈ
રાજકોટ ,રાજકોટના ગોંડલ રોડ આવેલી પાઈનવિટા હોટલ ફરી એકવાર વિવાદમા આવી છે. આ હોટલમાં ફરી એક વખત દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બીજા માળેની ખુલ્લી બારીમાંથી સોની પરિવારની અઢી વર્ષની બાળકી નીચે પટકાઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પોઈન્ટ વિટા હોટલમાં હોટલમાં આવી જ દુર્ઘટના બની હતી.
રાજકોટમાં પોઈન્ટ વિટા હોટલની બીજા માળેથી ખુલ્લી બારીમાંથી અઢી વર્ષની બાળકી નીચે પડી હતી. ગોપાલભાઈ સોનીનો પરિવાર હોટલમાં રોકાયો હતો, જેઓએ બીજા માળે ૨૦૧ નંબરનો રૂમ આપવામાં આવ્યો હતો. ગોપાલભાઈ સોનીનો પરિવાર સગાઈ પ્રસંગમાં હાજરી આપવા માટે રાજકોટ આવ્યો હતો, અને હોટલમાં રોકાયો તો.
ત્યારે બીજા માળેથી નીચે પટકાતા સોની પરિવારની નાઈશા નામની બાળકી નીચે પટકાઈ હતી. બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની હતી. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.
અગાઉ પણ પોઈન્ટ વિટા હોટલમાં હોટલમાં દુર્ઘટના બની છે. અગાઉ ગત વર્ષે ૨ ડિસેમ્બરના ૪૦૩ નંબરમાં રૂમમાંથી એક બાળકી નીચે પટકાતા તેનુ મોત થયું હતું. માત્ર છ મહિનાના ગાળામા બનેલો આ બીજાે બનાવ છે. તે સમયે પુણાથી એક પરિવાર સગાઈ પ્રસંગમાં હાજરી આપવા રાજકોટ આવ્યો હતો, જેમની બાળકી ચોથા માળેથી નીચે પટકાઈ હતી.
જેથી બાળકીનુ મોત નિપજ્યુ હતું.રાજકોટની પોઈન્ટ વિટા હોટલમાં છ મહિનામાં બીજી ઘટનાથી અનેક સવાલો ઉભા થાય છે. શું હોટલના રૂમની બારીઓ જાેખમી છે, શુ હોટલના તંત્રને હોટલમાં રોકાતા ગ્રાહકોની કોઈ ચિંતા નથી. છ મહિના પહેલી બનેલી ઘટનામાં પણ તેઓએ કોઈ બોધપાઠ લીધો નથી.ss3kp