રાજકોટની સિવિલથી ભાગેલો કોરોનાનો શંકાસ્પદ પરત ફર્યો
અમદાવાદ: જર્મનીથી રાજકોટ આવેલો ૨૧ વર્ષનો યુવાનને શરદી, ઉધરસ, તાવના લક્ષણ જોવા મળ્યા હતા. આથી તે તા.૧૪ માર્ચે સાંજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. તબીબોને શંકાસ્પદ કોરોના વાઇરસ હોવાનું માલુમ પડ્યું હતું. તેમના લોહીના નમૂના લેવાની તૈયારી થતી હતી. પરંતુ તે એકલો આવ્યો હોય ફોન કરી મિત્રને બોલાવી લઉં તેમ કહી ફરાર થઇ ગયો હતો. જા કે, હવે આજે તા.૧૫ માર્ચે સવારે આ દર્દી પાછો સિવિલ હોસ્પિટલમાં આવી ગયો હતો.
નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ દર્દી આજે સવારે પરત ફર્યો છે અને તેના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. ગઇકાલે સાંજે દર્દી ભાગી ગયો હોવાથી તેનું અધૂરૂ સરનામું જ અમારી પાસે હતું. રાત્રે અમારી ટીમ દ્વારા એરપોર્ટ ઓથોરીટી સાથે સંકલન કરી પાસપોર્ટ તથા મોબાઇલ નંબરની વિગત મેળવી હતી.