Western Times News

Gujarati News

રાજકોટમાં આધેડ સાથે ઝપાઝપી કરનાર ટ્રાફિક વાર્ડન ૩૦ દિવસ માટે સસ્પેન્ડ

રાજકોટ, રાજકોટમા ફરીથી ટ્રાફિક પોલીસ અને વાર્ડનની દાદાગીરી સામે આવી છે. શહેરના લીમડા ચોક વિસ્તારમાં ટ્રાફિક વાર્ડન અને જવાને સિનિયર અધિકારીની હાજરીમાં એક આધેડ સાથે ઝપાઝપી કરી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો ઉતારનાર શખ્સ કાંગ્રેસનો કાર્યકર્તા હોવાનું કહી રહ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસના આદેશ આપ્યા હતા. પોલીસે આ મામલે ઝપાઝપી કરનાર ટ્રાફિક વાર્ડનને ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યો છે જ્યારે ટ્રાફિક પોલીસના જવાનની બદલી કરી છે.

આ મામલે રાજકોટના ટ્રાફિક પોલીસના મદદનીશ કમિશનર એસ.ડી. પટેલે એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ટ્રાફિક વાર્ડન શક્તિસિંહે હોન્ડા ચોરી કર્યાની શંકાએ એક વ્યક્તિ સાથે ઝપાઝપી કરી હતી. આ મામલે એલ.આર ધર્મેન્દ્ર દેવશી તેમજ શક્તિસિંહે એક વ્યક્તિને પોલીસ મથકે લઈ જવા માથાકુટ કરી હતી. આ ઘટનામાં પોલીસના ઝાન-૨ના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઇન્ક્વાયરી કરી હતી. ‘

આ મામલે ટ્રાફિક વાર્ડન શક્તિસિંહને ૩૦ દિવસ માટે ટ્રાફિક વિભાગની માનદ સેવામાંથી સસ્પેન્ડ કરાયો છે જ્યારે પોલીસ કાન્સ્ટેબલની અન્યત્ર બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે આ મામલે રાજકટોના નાયબ કમિશનર આૅફ પોલીસ મનોહરસિંહ જાડેજા દ્વારા ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર આૅફ પોલીસને તપાસ સોંપવામાં આવી હતી.. એ.સી.પી પટેલે આ વીડિયોના મામલે તપાસ કરી હતી અને કસૂરવાર સામે કાર્યવાહી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.