રાજકોટમાં એકબીજા વગર જીવી ન શક્તી બે બહેનપણીઓ આત્મહત્યા કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/Sister-1024x768.jpg)
રાજકોટ, રાજકોટમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. એક બહેનપણીએ આપઘાત કર્યો તેના શોકમાં બીજી બહેનપણીએ પણ આપધાત કર્યો. બે સખીઓની આપઘાતની ઘટનાથી રૈયાધાર અને ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના બાવાજી અને ભરવાડ પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ૧૭ વર્ષીય પૂજા અને ૨૦ વર્ષીય જીવીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. બંને બહેનપણીઓ ખજૂર પેકિંગનું કામ કરતી હતી.
પ્રાપ્ત માહિતીઅ અનુસાર, રૈયાધારના શીતળા માતાજીના મંદિર પાસે પૂજા રમાવાત રહે છે. ૧૭ વર્ષીય પૂજાએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના પિતા મજૂરીકામ કરે છે. ગઈકાલે તે ઘરે એકલી હતી ત્યારે રૂમને અંદરથી બંધ કરીને તેણે તાળુ લગાવ્યુ હતું, અને ગળામાં ચુંદગી બાંધીને ગળેફાંસો ખાધો હતો.
ઘરના દરવાજાે તોડીને તપાસ કરતા તે અંદર મૃત હાલતમાં મળી આવી હતી. ત્યારે તેના પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, પૂજા વારંવાર ફોનમાં વ્યસ્ત રહેતી હતી. પરંતુ આખરે એવુ તો શુ થયુ કે તેણે આત્મહત્યા કરી. ત્યારે પોલીસે તેની કોલ ડિટેઈલ્સ કઢાવવા માટે તજવીજ હાથ ધરી છે.
પૂજાના આત્મહત્યા બન્યા બાદ એક બીજાે બનાવ બન્યો હતો. મોડી રાત્રે સાડા બાર વાગ્યાની આસાસ જીવી નામની ૨૦ વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી હતી. ગાંધીગ્રામ રામપીર ચોકડી પાસે પરિવાર સાથે રહેતી જીવી રવિભાઈ ધ્રાંગીયાએ ઢોર બાઁધવાના ઢાળીયામાં લોખંડના એંગલમાં દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હતી.
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, જીવી અને પૂજા બંને પાક્કી બહેનપણીઓ હતી. બંને રૈયાધારમાં આવેલ એક દુકાનમાં ખજૂર પેકિંગનું કામ કરતી હતી. બંને પાંચ વર્ષથી એક જ જગ્યાએ કામ કરતી હોવાથી બંને વચ્ચે સારી મિત્રતા હતી.
પૂજાના આત્મહત્યાના સમાચાર જાણ્યા બાદ જીવી બહુ જ રડી હતી. તેના માતાપિતા તેને અર્ધબેભાન હાલતમાં ઘરે લઈ ગયા હતા. તેના માતાપિતાએ તેને ઘરે જઈને સાંત્વના પણ આપી હતી. પરંતુ મોડી રાત્રે જીવીએ પણ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યુ હતું.
ત્યારે સવાલ એ છે કે આખરે એવુ તો શુ થયું કે બંને બહેનપણીઓએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. પોલીસ પૂછપરછમાં એવી માહિતી પણ સામે આવી કે, જીવીના લગ્ન પડધરીના રંગપરાના યુવક સાથે બે વર્ષ પહેલા થયા હતા. આ દિવાળી બાદ તેનુ આણુ વાળવાનુ હતું, તે પહેલા જ પૂજાના વિયોગમાં જીવીએ મોત પસંદ કર્યુ હતુ. પોલીસ હાલ સૌથી પહેલા પૂજાના મોતનું કારણ જાણવા તપાસ કરી રહી છે, જેથી જીવીના મોતનું કારણ પણ સામે આવી શકશે.HS