રાજકોટમાં એક જ પરિવારનાં ૪ સભ્યોએ ફિનાઇલ ગટગટાવી
રાજકોટ: રાજકોટમાં એક જ પરિવારના ૪ સભ્યોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં ચકચાર મચી છે. પરિવારે કેમ આવું પગલું ભરવાનો વારો આવ્યો તેને લઈ ચર્ચાઓ જાેર પકડી રહી છે સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર, પ્રખ્યાત શિવ શક્તિ ડેરીમાં પાસે આ ચાર શખ્સો અચાનક આવ્યા હતા અને પાણીની બોટલ પીવે એમ ફિનાઇલ પીવા લાગ્યા હતા. જે બાદ ડેરીના અન્ય કર્મચારીઓએ તાત્કાલિક ૧૦૮ બોલાવી તમામ સભ્યોને સારવાર અર્થે ખસેડ્યા હતા આ પરિવારના સભ્યોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જેમના સ્થિતિ સામાન્ય જણાઈ રહી છે તો સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે આપઘાતનો પ્રયાસ કરવા પાછળના કારણોની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જમીન વિવાદને લઈ ચારેય લોકો આવ્યા હોવાની શક્યતા છે. અમને દબાવવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે, તેમ દુકાન માલિકે જણાવ્યું હતું. માલવિયાનગર પોલીસે સ્ટેશનના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાેકે, આપઘાત પ્રયાસ અંગેનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.આ ઘટનાથી ચકચાર મચી છે.