રાજકોટમાં એક રેડીમેઇડ કપડાના વેપારીએ પત્ની સાથે આત્મહત્યા કરી
રાજકોટ, રાજકોટમાં એક આપઘાતનો બનાવ બન્યો છે. શહેરના ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટમાં ૧૨માં માળે રહેતા એક દંપતીએ આત્મહત્યા કરી લીધી છે. રેડીમેઇડનો શો રૂમ ધરાવતા વેપારીએ પોતાની પત્ની સાથે આત્મહત્યા કરી લીધી છે.
મૃતક વેપારીનું નામ ગોપાલભાઈ ચાવડા અને તેમના પત્નીનું નામ ર્નિમલાબેન ચાવડા છે. હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું નથી. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.HS