રાજકોટમાં એમડી ડ્રગ્સ સાથેે કુખ્યાત સુધા ધામેલિયાની ધરપકડ
રાજકોટ, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ફરી એક લાખથી વધુના માદક દ્રવ્યનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્રણ દિવસ પહેલા યોગેશ બારભાયા નામના યુવાનની પણ રાજકોટ ર્જીંય્ તરફથી ધરપકડ કરવામાં આવી હતી. હવે એસઓજી તરફથી વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા બે લોકોમાં કુખ્યાત સુધા ધામેલિયા અને અને અન્ય એક યુવક સામેલ છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બંનેની દ્ગડ્ઢઁજી ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને પાસેથી માદક દ્રવ્યનો જથ્થો પણ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુધા ડ્રગ પેડલર સુધા પોતાના ગુનાહિત કરાનામાઓના કારણે અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકી છે.
હવે વધુ એક વખત સુધાની ધરપકડ કરવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનામાં ડ્રગ પેડલર વિરૂદ્ધ રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં આત્મહત્યાના દુષ્પ્રેરણનોનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં યુનિવર્સિટી પોલીસ સુધા ધામેલિયા સુધી પહોંચે તે પૂર્વે જ સુધા ધામેલિયાનો એક વિવાદિત વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સુધા ધામેલિયા પિસ્ટલ જેવી કઈક વસ્તુ સાથે નજરે પડી રહી હતી.
સુધા ધામેલિયાના ગુનાહિત ઇતિહાસ પર નજર કરીએ તો તે ૨૦૧૪થી ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલી હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. વર્ષ ૨૦૧૪માં પ્રથમ વખત રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં સુધા ધામેલિયા વિરૂદ્ધ કલમ ૧૪૩,૧૪૭,૧૪૮, ૩૨૬ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ત્યારબાદ ૨૦૧૯માં યુનિવર્સિટી પોલીસ મથકમાં જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલી સુધા ધામેલિયા વિરૂદ્ધ એનડીપીસી એક્ટ અંતર્ગત બિ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લે ૨૦૨૧માં યુનિવર્સિટી પોલીસ દ્વારા સુધા ધામેલિયા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બે દિવસ પૂર્વે રાજકોટ અને જૂનાગઢમાં મેફેડ્રોન ડ્રગ સાથે બે આરોપીઓ ઝડપાયા છે.
૧૨ લાખથી વધુની કિંમતનો માદક પદાર્થોનો જથ્થો ઝડપાઈ ગયા બાદ બંને આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવેલા યોગેશ બારભાયા નામના આરોપીની પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું સામે આવ્યું છે.
પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું છે કે તે રાજકોટ શહેરના જુદા જુદા સ્પામાં કામ કરતી યુવતીઓને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ કેસમાં ડ્રગ્સના નશાના કારોબારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હવે કયા આરોપીઓને ઝડપી પાડશે તે જાેવું મહત્ત્વનું બની રહેશે.SS1MS