રાજકોટમાં એસટીનું નવું બસ સ્ટેન્ડ ખૂલ્લું મુકવામાં આવ્યું
૧૫૬ કરોડનાં ખર્ચે બનાવાયેલા એસટી બસ સ્ટેન્ડ પરથી અમદાવાદ, વડોદરા, સુરત-ઉત્તર ગુજરાતની બસ ઉપડશે
રાજકોટ, મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે આજે શહેરમાં અષાઢી બીજનાં પવિત્ર દિવસે શહેરમાં નવું બસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું. ૧૫૬ કરોડનાં ખર્ચે બનાવવામાં આવેલ એસટી બસ સ્ટેન્ડનું આજથી શુભારંભ કરવામાં આવ્યું. રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત અને ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓનાં રૂટની બસ નવા બસ સ્ટેશનેથી ઉપડશે. આ બસ સ્ટેશનની સુવિધા જાણે કે, એરપોર્ટ જેવી સુવિધાઓ જેવી જ સુવિધાઓ અહીં મુસાફરોને મળશે.
તમને જણાવી દઈએ કે, પ્રથમ તબક્કામાં શાસ્ત્રી મેદાનનાં ૮ પ્લેટફોર્મ જેમાં પાલનપુર, હિંમતનગર, અમદાવાદ, બરોડા, સુરત, પંચમહાલ, સુરેન્દ્રનગર તરફ જતી કુલ ૩૦૧ બસ સર્વિસનું આવન-જાવન નવા બસ સ્ટેશનેથી શરૂ કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેશન ૧૫૬ કરોડનાં ખર્ચે ૧૧,૧૭૮ ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવ્યું છે. ૧૫૬ કરોડનાં ખર્ચે ૧૧, ૧૭૮ ચોરસ મીટરમાં બસપોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
જેમાં મુસાફરોને ધ્યાનમાં રાખતા તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે. બસપોર્ટમાં ૨૦ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યાં છે. આ સાથે જ બસપોર્ટમાં બે માળ રહેશે તેમજ અંડર ગ્રાઉન્ડ બેસમેન્ટ પણ હશે. આ ઉપરાંત દરેક જગ્યાએ ઝ્રઝ્ર્ફ કેમેરા લગાવવામાં આવ્યાં છે. બસપોર્ટમાં સુપર માર્કેટ, શોપિંગ મોલ અને ગેમ ઝોન, ફૂડકોર્ટ પણ ઉપલબ્ધ હશે. તે સિવાય કેન્ટીન, વ્હીલચેર અને આધુનિક પ્રતિક્ષા ખંડ પણ બનાવવામાં આવ્યાં છે.