Western Times News

Gujarati News

રાજકોટમાં કોરોનાના નિયમોનો ભંગ કરનાર ૧૨ દુકાન ૭ દિવસ માટે સીલ

રાજકોટ: રાજકોટમાં વધતા જતા કરોના સંક્રમણને ધ્યાને લઇને રાજકોટ પોલીસ અને મનપા દ્વારા ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરનારા વ્યાવસાયિક એકમોને ૭ દિવસ માટે સીલ કરવામાં આવે છે. આજે રાજકોટમાં આવી ૧૨ દુકાનો સીલ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે બપોર સુધીમાં ચેકિંગ દરમિયાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યુ તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહિત કુલ ૧૨ વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.

જે ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી તેમાં ૧. જાેલી હેર ડ્રશર, પારવેડી ચોક,૨. શિવમ નાયલોન ખમણ, રૈયા રોડ,૩. સોમનાથ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, કુવાડવા રોડ,૪. સેમસંગ એન્ટરપ્રાઈઝ, મહાકાળી રોડ,૫ આરજીએસ, યાજ્ઞિક રોડ,૬. શ્રી ગજાનન ફેશન, પેડક રોડ,૭. ખોડીયાર પુષ્પ ભંડાર, પેડક રોડ, ૮. સાંઈનાથ ટેલીકોમ એન્ડ કલર હાઉસ, પેડક રોડ, ૯. નંદલાલા ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, વીદ્યાનગર મેઈન રોડ,૧૦. ગજાનન સેલ્સ, ભાવનગર રોડ,૧૧. આઈશ્રી ખોડીયાર પાન એન્ડ કોલ્ડ્રીંક્સ, વીદ્યાનગર મેઈન રોડ અને ૧૨. શાહ બૈડ્‌સ, ભાવનગર રોડનો સમાવેશ થાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.