રાજકોટમાં ધુળેટી પહેલાં પોલીસે જુદા જુદા દરોડામાં લાખો રૂપિયાનો દારૂ પકડાયો
રાજકોટ: હોળી અને ધૂળેટીના તહેવાર અંતર્ગત રાજકોટ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ શહેરના જુદાજુદા પોલીસ સ્ટેશન દ્વારા તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એસોજી દ્વારા પ્રોહીબીશન જુગાર તેમજ ગેરકાયદેસર હથિયાર ઝડપી પાડવાના કેસ કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દોઢસો ફૂટ રીંગ રોડ બેડી ચોકડી થી માધાપર ચોકડી વચ્ચે આવેલ મારુતિ સુઝુકી ના શોરૂમ પાસેથી ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પીએસઆઇ હસમુખ ધાંધલીયા ટીમના રઘુવીર સિંહ વાળા, રાજેશભાઈ બાળા અને સિધ્ધરાજ સિંહ જાડેજાને બાતમી મળી હતી કે, અજય હંસરાજ ભાઈ સોલંકી, અલ્પેશ ભુપતભાઈ સોલંકી નામની વ્યક્તિઓ ગેર કાયદેસર દારૂના ખરીદ વેચાણ ના ધંધા સાથે સંકળાયેલ છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થા સાથે કુલ ૫.૧૩ લાખ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ત્યારે રાજકોટ શહેરમાં ચાર જગ્યાએ દરોડા પાડી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ પી.એમ.ધાખડા અને પીએસઆઇ જેબલિયાની ટીમ દ્વારા દૂધસાગર રોડ ઉપર ભંગારના ડેલા માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ ૫૧ બોટલ તેમજ બીયરના ૧૨૭૨ જેટલા ટીન મોબાઈલ સહિત કુલ ૧,૭૦,૮૫૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ત્યારે મુદ્દામાલ સાથે રાહિલ અબ્દુલ વહાબ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. જે ગુનામાં હસીમભાઈ હનીફ ભાઈ પરમાર નું નામ ખૂલતાં તેના રતનપર ખાતેના રહેણાંક મકાન પર દરોડો પાડતા ત્યાંથી વધુ ૨૮૮ જેટલા બીયરના ટીન મળી આવતા તેની પણ ધરપકડ કરવામાં આવેલ છે. ત્યારે આરોપી કોની પાસેથી કેવી રીતે દારુ તેમજ બિયર ના ટીમનો જથ્થો લાવેલ છે. ગેરકાયદેસર પ્રવૃત્તિ માં તેની સાથે કોણ કોણ સામેલ છે તે તમામ બાબતો અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે
જ્યારે કે કેફી પ્રવાહી પીધેલી હાલતમાં સ્કોર્પિઓ કાર ચલાવી જાહેરમાં નીકળેલા કેતન ભાઈ બાબુભાઈ ગોહિલ વિરુદ્ધ ભક્તિનગર પોલીસ દ્વારા એમ વી એક્ટ ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ખોરાણા પોલીસ દ્વારા પણ જાહેરમાં કેફી પ્રવાહી પીને ગાડી ચલાવતા મજીદ નામના વ્યક્તિ વિરુદ્ધ એમ વી એક્ટ ની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે કે થોરાળા પોલીસ દ્વારા દૂધ સાગર રોડ ભૈયાવાડી માં રહેતા જીવનને તેના ઘર પાસેથી છ બોટલ દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે કે તાલુકા પોલીસ દ્વારા દોઢસો ફૂટ રીંગ રોડ પુનિત નગર પાછળ સતનામ સોસાયટી રોડ પર જય મુરલીધર મકાનમાં રહેતા આશિષ ડાંગરને ૧૦ બોટલ દારૂ સાથે તેના ઘર નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે.