રાજકોટમાં નકલી પોલીસ બની તોડ કરતા પાંચ આરોપી ઝડપાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/Fack-Police-copy.jpg)
રાજકોટ: રાજકોટ પોલીસે નૈતિક સાંગાણી,મહેસ ચુડાસમા રમેશ રાણેસરા અમિત ગોહિલ અને વિજય દેવભડીજી નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં ગત ૨૮ તારીખે વીછીયા તાલુકાના ઓરી ગામના સગરામભાઇ ધોરીયા નામના વ્યક્તિ આવ્યા હતાં તેમણે પોલીસે રૂપિયા ૯ હજાર લીધા હોવાની ફરિયાદ કરી હતી જાે કે પોલીસ સ્ટાફ પણ આ ફરિયાદથી ચોંકી ઉઠયો હતો અને પીઆઇ જી એમ હડિયાએ તપાસ કરવા ડી સ્ટાફને મોકલ્યા હતાં.
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે ફરિયાદીને આંતરીને બે બાઇકમાં આવેલા પાંચ વ્યક્તિઓએ પોલીસ તરીકે ઓળખ આપી પોલીસ સ્ટેશન લઇ જવાનું કહીને ૯ હજાર રૂપિયા પડાવી લીધા હોવાનું ખુલ્યુ હતું જેને આધારે પોલીસે ગુનો દાખલ કરી બાઇક નંબરના આધારે આરોપીઓને દબોચી લીધા હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર નૈતિક સંગાણી મુખ્ય માસ્ટર માઇન્ડ છે સામાન્યરીતે પોલીસ તરીકેની ઓળખ આપવાથી સામાન્ય માણસ વાહન ઉભુ રાખે છે અને પોલીસ સ્ટેશન લઇ જવાની ધમકી આપવાથી લોકો ડરી જતા હોય છે આવા વાહન ચાલકોને પોલીસ સ્ટેશન નહીં લઇ જવાના રૂપિયા ખંખેરતા હતાં પોતાના મોજ શોખ પુરા કરવા માટે આરોપીઓ પોલીસ તરીકેની ઓળખ આપતા હોવાનું તપાસમાં ખુલ્યુ છે પોલીસે હાલ આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવતા એક આરોપી કોરોના પોઝીટીવ આવ્યો છે પોલીસે આરોપીના રિમાન્ડ લઇને પુછપરછ શરૂ કરી છે પોલીસના સ્વાંગ અત્યાર સુધીમાં કેટલાક સમયથી અને કેટલા લોકોને શિકાર કર્યો તેની તપાસ શરૂ કરી છે.