રાજકોટમાં નેગેટિવ રિપોર્ટનો RT-PCR કૌભાંડનો પર્દાફાશ થયો
રાજકોટ: રાજકોટ સહિતના જિલ્લાઓમાં નેગેટિવ રિપોર્ટ મેળવવા માટે જે ખોટા સેમ્પલ લેવાતા હતા તે આરટીપીસીઆર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આમ છતાં ઢાંકપિછોડા કરવા માટે જસદણમાં જેમના ખોટા નામ દાખલ કરાયા છે તેમના નામે ખોટા નિવેદન તૈયાર કરાયા હતા જેનો પર્ફાદાશ થતા ૧૫ દિવસ પહેલા પોલીસ ફરિયાદનો ર્નિણય લેવાયો હતો જાેકે હવે આજે ફરિયાદ દાખલ કરાશે.
જસદણના ત્રણેય હેલ્થ વર્કર સામે ફરિયાદ કરવા માટે સુપરવાઈઝર જીતુ પટેલને અધિકૃત કરાયા હતા. જાેકે તેમણે ૧૫ દિવસ સુધી કોઇ ફરિયાદ દાખલ કરી નહીં અને જિલ્લા વિકાસ અધિકારીના હુકમનો અનાદર કર્યો હતો. જીતુ પટેલ એક વર્ષ પહેલા ઓડિટના નામે હેલ્થ વર્કર પાસેથી ૨૦૦-૨૦૦ રૂપિયા લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા અને તેમના વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે. જીતુ પટેલ ફરિયાદ ન કરતા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ આરોગ્ય અધિકારી નિલેશ શાહને બોલાવીને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો.
ડો.શાહના જણાવ્યા અનુસાર જસદણમાં કોઇ ફરિયાદ માટે તૈયાર ન થતા જિલ્લા કચેરીના વહીવટદારને ફરિયાદ કરવા માટે અધિકૃત કર્યા છે. ખોટા સેમ્પલ અને ખોટા નિવેદન લેવામાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. ધવલ ગોસાઈ અને અર્બન હેલ્થ ઓફિસર ડો. અફઝલ ખોખરની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવતા તેમને નોટિસ અપાઈ હતી. જેનો જવાબ આવ્યો હતો પણ સંતોષકારક રહ્યો ન હતો. આ બંને સામે શું કાર્યવાહી કરાશે તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ શાહે જણાવ્યું હતું કે, બંનેનો ઈજાફો અટકાવી દેવા માટે સરકારમાં રજૂઆત કરવા જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું છે અને આ ઉપરાંત આ બંનેની ટૂંક સમયમાં બદલી પણ કરી દેવાશે.