રાજકોટમાં પતિ પત્ની ઝઘડયા અને સાંજે પતિએ આપઘાત કર્યો
રાજકોટ: રાજકોટમાં વિચિત્ર ઘટના સામે આવી છે. પતિ પત્ની વચ્ચે પૈસાની બાબતે માથાકૂટ થતાં તેમાં પતિ આવેશમાં આવી ગયો હતો અને પત્નીને માથામાં બોથર્ડ પ્રદાર્થ મારી દેતા મહિલા લોહીલુહાણ બની હતી. આ ઘટના સવારે બની હતી. જાેકે, સાંજે પતિને આ બાબતે પછતાવો થતાં તેણે આપઘાત કરીને જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
રાજકોટ શહેરના સામા કાંઠે ગોવિંદબાગ શાક માર્કેટ પાસે બ્રાહ્મણીયાપરા–૧૭માં રહેતાં હરિભાઇ ચનાભાઇ સિતાપરા (ઉ.વ.૪૫)નામના કોળી આધેડે રાત્રીના પત્નિ સરોજબેન (ઉ.વ.૪૨) પાસે ૧૦૦ રૂપિયા માંગતા પૈસા આપવાની ના પાડી હતી.
આ બાબતે ઝગડો થયા બાદ પત્ની સરોજબેન વાસણ સાફ કરી રહ્યા હતા તે સમયે પતિ હરિભાઈએ દસ્તો લઇ આવી માથામાં ફટકારી દેતાં લોહી લુહાણ હાલતમાં તેણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમણે પોતે સીડી ઉપરથી પડી ગયા હોવાનું જણાવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
આ બનાવ દરમિયાન પતિ હરિભાઈએ પત્નીને દસ્તો મારી લીધાનો અફસોસ થતા પોતે રાત્રીના ગમમાં ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો સવારે સવારે પુત્ર જયદિપ ઉઠો ત્યારે પિતા હરિભાઇના ઘરની બારીમાં જાેતાં તે પંખામાં દૂપટ્ટો બાંધી લટકતાં જાેવા મળતાં જયદિપે બુમાબુમ કરતા ઘરના અન્ય સભ્યો જાગી ગયા હતા
તુરત જ હરિભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલે ખસેડયા હતાં. ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા કલ્પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર હરિભાઇ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં સાતમા નંબરે હતાં છકડા રિક્ષાના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. સિવિલમાં સવારે સારવારમાં રહેલા સરોજબેનને પતિએ અવળુ પગલું ભરી લીધાની જાણ કરાઈ ન હતી બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી છે.