રાજકોટમાં પેટ્રોલ પંપ નજીક કાર ભડભડ બળીને ખાખ થઈ ગઈ
રાજકોટ, સૌરાષ્ટ્રના રાજકોટ સિટીમાં ફરી એકવખત રસ્તા પર કાર સળગી જવાની ઘટના બની છે. રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર નટરાજ પેટ્રોલપંપ પાસે રસ્તા પર એક મારૂતી ફ્રન્ટી કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સવારના સમયે અચાનક કારમાં આગ લાગતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઠારી હતી. જાેકે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.
રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર નટરાજ પેટ્રોલ પંપ નજીક સવારના સમયે એક મારૂતી કારમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આસપાસ રહેલા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ ઠારી હતી. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. કારમાં આગ લાગવાને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. પેટ્રોલ પંપની બહાર જ કારમાં આગ લાગતા થોડા સમય માટે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. કારણ કે એક નાનકડો તણખલો પણ લાગે તો મોટી હોનારત થાય એમ હતી. પણ આ ઘટના બનતા અટકી ગઈ હતી. ફાયરની ટીમે સમયસર પહોંચીને કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. અચાનક કારમાં આગ લાગવા પાછળનું કારણ શૉક સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે વધુ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. જાેકે, આ પહેલા પણ રાજકોટમાં તાજેતરમાં જ કાર સળગી ઊઠવાના બે મોટા બનાવ બન્યા હતા. જાેકે, એમાં પણ કોઈ જાનહાનિ થઈ ન હતી.HS