રાજકોટમાં બંધ ઓરડીમાં ચાલતો ગર્ભપાતનો ગોરખધંધો પકડાયો
રાજકોટ, રાજકોટમાં ઓરડી ભાડે રાખી ગર્ભ પરીક્ષણ કરવાનું મોટું કૌભાંડ પકડાયું છે. પોલીસે એક મહિલાને ઝડપી પાડી છે. ધોરણ ૧૨ પાસ સરોજ ડોડીયા નામની મહિલા ગર્ભ પરીક્ષણ કરતી હતી. સરોજ ડોડિયા રૂપિયા ૧૮ હજારમાં ગર્ભપાત કરતી હતી. રૈયારોડ પર આવેલ શિવપરામાં મકાન ભાડે રાખીને મહિલા દ્વારા આ કૃત્ય આચરવામાં આવતું હતું. ર્જીંય્ ગર્ભપાત સાધનો અને દવાનો જથ્થો પણ મળી આવ્યો છે. મનપા આરોગ્ય અધિકારી લલિત વાજા સમગ્ર મામલે ફરિયાદી બન્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પેરોલ ફર્લો સ્ક્વોડનાં મહિલા પોલીસને રાજકોટના કનૈયા ચોકમાં ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનો ગોરખધંધો ચાલી રહ્યો છે તેવી માહિતી મળી હતી. જેથી ર્જીંય્ પોલીસની બાતમી આધારે રાજકોટ ર્જીંય્ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુ હતું. આરોપીઓને પકડવા માટે ડમી ગ્રાહકો તૈયાર કરવામાં આવ્યા હતા. પોલીસે મનપાના આરોગ્ય વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન રૂમનો માહોલ જાેઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પોલીસ કોન્સ્ટેબલ શાંતુબેન મુલિયા અને યુવરાજસિંહ રાણા ડમી ગ્રાહક તરીકે ગયા હતા. ડમી ગ્રાહક તરીકે ગયેલી પોલીસને સરોજબેનએ કહ્યું કે, ગર્ભ-પરીક્ષણ કરવા માટે રૂપિયા ૧૮,૦૦૦ની ફી નક્કી કરવામાં આવી હતી. ફિમેલ ચાઈલ્ડ હોય અને ગર્ભપાત કરવાનું હોય તો ૨૦ હજાર રૂપિયા અલગથી આપવાના રહેશે. આમ પોલીસે ડમી ગ્રાહક મોકલી આખું કરસ્તાન ઝડપી પાડ્યું હતું. ગર્ભ પરીક્ષણ સાથે સરોજ ડોડિયા ગર્ભપાત પણ કરતી હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સરોજ ડોડિયા માત્ર ધોરણ ૧૨ સુધી ભણેલી છે. તે મકાનમાં ગર્ભ-પરીક્ષણનું મશીન અને સાધનો રાખી આ ગોરખધંધો ચલાવતી હતી. તેણે અત્યાર સુધી ૩૦ થી વધુ ગર્ભ-પરીક્ષણ કર્યાં છે. પોલીસે તેની સાગરિક હેતલબા ઝાલાને પણ પકડી પાડી છે. બંને સામે ગુનો દાખલ કરાયો છે.HS