રાજકોટમાં બની બે અલગ અલગ અકસ્માતની ઘટનાઃ બેના મોત
રાજકોટ, રાજકોટમાં અકસ્માતની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે આવાં વધુ ૨ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના મોરબી હાઇવે પર ડુંગળી ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. તો બીજી ઘટનામાં માધાપર નજીક હિટ એન્ડ રનની સામે આવી હતી. જેમાં બાઇક સવારનું કરૂણ મોત નીપજ્યું હતું.
રાજકોટમાં મોરબી રોડ પર ડુંગળી ભરેલ ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકનો બચાવ થયો હતો. ટ્રક પલટતાં ડુંગળીઓ રસ્તા પર વિખેરાઈ ગઈ હતી.
તો બોજઈ ઘટના શહેરના માધાપર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો છે.ત્યારે બાઇક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતક સીપી ઓફિસમાં સિનિયર ક્લાર્ક હતા.જાે કે, ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છેઅને કાર્યવાહી હાથ ધરી છે.HS