Western Times News

Gujarati News

રાજકોટમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા

બીજાની પત્ની સાથે કરી નાંખ્યું ન કરવાનું અને મળ્યું મોત

રાજકોટ, શહેર ફરી એક વખત રક્તરંજિત થયુ હોવાનું સામે આવ્યું છે. સોહિલ રજાકભાઈ મેમણ નામના યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે IPCની કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઘંટેશ્વર ૨૫ વારીયા ટેનામેન્ટ સોસાયટીમાં મિત્રના હાથે જ મિત્રની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના સ્થળ પર દોડી ગયેલી પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.

તેમજ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી પીએમની કાર્યવાહી પૂર્ણ કરાવી હતી. પીએમ પૂર્ણ થઈ ગયા બાદ લાશને તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મૃતક અને હત્યા નીપજાવનાર યુવાન એક જ લતાના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચર્ચાતી વાત મુજબ મૃતક સોહિલ મેમણે આરોપી પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઈ સોલંકીની પત્નીનો હાથ પકડી લેતા બોલાચાલી થઇ હતી. ઉગ્ર બનતા આરોપી પ્રકાશ સોલંકી દ્વારા બોથડ પદાર્થ દ્વારા સોહીલ મેમણને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પૂર્વે રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આંબેડકર નગર નજીક મહાનગરપાલિકાના ઢોર પકડ પાર્ટીના કર્મચારીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. જે મામલે મૃતકના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.

જે અંતર્ગત થોરાળા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં તમામ ૮ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સગીરને બાદ કરતાં હાલ તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, અંગત અદાવતમાં તેમણે સિદ્ધાર્થ મકવાણાની હત્યા કરી હતી.ઉગ્ર બનતા આરોપી પ્રકાશ સોલંકી દ્વારા બોથડ પદાર્થ દ્વારા સોહીલ મેમણને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.