રાજકોટમાં યુવતીએ સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી
રાજકોટ: આર્થિક સંકડામણના કારણે વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર ગેસ્ટ તરીકે રહેતી પોરબંદરની વિદ્યાર્થિનીએ મને હવે નોકરી નહીં મળે તે પ્રકારની ચિઠ્ઠી લખી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. કોરોના મહામારીના કારણે સૌપ્રથમ લોકડાઉનનું નિર્માણ થવા પામ્યું હતું. ત્યારબાદ ક્રમશઃ અનલોક પાર્ટ ૧ થી શરૂ કરી હાલ એનલોક પાર્ટ ૭ શરૂ છે.
ત્યારે કોરોના મહામારીના કારણે ભારત સહિત વિશ્વભરના દેશો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. કારણ કે કોરોના મહામારી ના કારણે અનેક લોકોના વેપાર ધંધા રોજગાર ઉપર, નોકરી ઉપર અસર પડી છે. ત્યારે રાજકોટમાં આર્થિક સંકળામણ ના કારણે વધુ એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી ગુંજન નામની યુવતીએ પીએચડી સુધીનો અભ્યાસ કર્યો હતો.
તેમ છતાં કોરોના મહામારી ના કારણે તેને કોઈ પણ નોકરી ન મળતા આખરે તેને પોતાનું જીવન ટૂંકાવવાનો વિચાર આવતા તેને સુસાઇડ નોટમાં માતા-પિતાને સંબોધીને લખ્યું હતું કે, પોતે નોકરી માટે ઠેરઠેર જગ્યાએ પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં નોકરી ન મળતા તે પોતાની જીવન ટૂંકાવી રહી છે. ત્યારે સુસાઇડ નોટમાં મને હવે નોકરી નહીં મળે તેવું લખી તેને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પેઇંગ ગેસ્ટ તરીકે ગુંજન સાથે રહેતી બે યુવતીઓ જ્યારે ઘરે પહોંચી હતી ત્યારે તેમને રૂમનો દરવાજાે ખોલતાં ગુંજન ની લાશ પંખે લટકતી જાેવા મળી હતી.
તાત્કાલિક અસરથી ગુંજન સાથે રહેતી યુવતી ૧૦૮ને જાણ કરતા ૧૦૮ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી ત્યારે ૧૦૮ની ટીમ દ્વારા ગુંજન ને મૃત જાહેર કરવામાં આવી હતી તો સાથે જ રાજકોટ પોલીસ દ્વારા પણ ઘટનાસ્થળે પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી જે બાદ રાસ ગુંજન ના પરિવારને સોંપવામાં આવી હતીતેમના પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા છે.