રાજકોટમાં રૂ.૭૦૦ આપો અને “આયુષ્યમાન કાર્ડ લઇ જાવ” કૌભાંડ ઝડપાયું
રાજકોટ: રાજકોટમાં પ્રધાનમંત્રી આયુષમાન કાર્ડનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. એક સમાજનાં લોકોએ એક લાલબહાદુર શાસ્ત્રી સ્કુલમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવતા હતા. જેની પાસે બીપીએલ કાર્ડ હોય તેમની પાસેથી ૩૦ રૂપિયા અને ન હોય તેવા લોકો પાસેથી એક જણનાં ૭૦૦ રૂપિયા લીધા હતાં. આ આખા મામલાની જાણ આરોગ્ય વિભાગનાં ચેરમેને તંત્રને જાણ કરીને ઘટના સ્થળે જઇને દરોડા પાડ્યાં હતાં. જેમાં ખુલ્યું છે કે અત્યાર સુધી હજારો કાર્ડ નકલી આયુષમાન કાર્ડ કાઢવામાં આવ્યાં છે.
આ અંગે ટંકારનાં ધારાસભ્ય લલિતભાઇ કગથરાએ આ અંગે જણાવ્યું કે, ‘હાલ રાજ્યમાં આવા કૌભાંડો તો ઘણાં છે આવા તો આપણે બારણે આવે ત્યારે દેખાય છે. મને તો લાગે છે કે ડુપ્લિકેટ સરકાર ચાલે છે. અમે સરકારને વારંવાર રજૂવાત કરીએ છીએ કે જે લોકોનું ગરીબી રેખાની નીચે નામ નથી તેવાને તમે આવાસ નથી આપી શકતા કે આયુષમાનમાં કાર્ડ નથી આપી શકતા. જેઓ ધનવાન છે તેમના આયુષમાનમાં નામ આવી જાય છે. આમા મારે એની તલવાર છે કોઇ પૂછવાવાળું નથી. સરકારનો કોઇ ડર નથી રહ્યો.’
મહત્વનું છે કે, આયુષમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનામાં સામાન્ય બિમારીઓની સાથે ૨૩ જેટલી ગંભીર બિમારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત કેન્સરમાં પણ દર્દીને તાત્કાલીક લાભ મળશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આયુષમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજનામાં ગંભીર બિમારીઓનો પણ સમાવેશ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના તરફથી ૧૩૫૪ બિમારીનું લિસ્ટને તૈયાર કર્યું.
આયુષમાન ભારતનો લાભ તમને મળશે કે નહીં તે તમે ઘરબેઠા જ સરળતાથી ચેક કરી શકો છો. તેને માટે તમારે ૧૪૫૫૫ ટોલ ફ્રી નંબર પર કોલ કરવાનો રહેશે અથવા તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો.