રાજકોટમાં રેલ્વેમાં નોકરી અપાવવાનું કૌભાંડ ઝડપાયું
બેકાર યુવાનોને છેતરી લાખો રૂપિયા ખંખેરતા હતા
રાજકોટ, રેલ્વેમાં વર્ગ-૨માં નોકરી અપાવી દેવાના નામે નોકરીવાંચ્છુ બેકારોને છેતરવાનું આંતરરાજ્ય કૌભાંડ રાજકોટ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યું છે. રાજકોટના લીમડા ચોકમાં ઓફિસ ધરાવતાં જામનગરના શખ્સ તથા અમદાવાદ, રાજપીપળાના બે શખ્સ અને યુપી, બિહારના ત્રણ મળી છ શખ્સોને ઝડપી લીધા છે.
ક્રાઇમ બ્રાંચની ટૂકડીએ લખનૌ પહોંચી ત્યાં ઉભા કરાયેલા રેલ્વેના બોગસ તાલિમ કેન્દ્રમાં દરોડો પાડી ત્યાંથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બે મહિનાથી આ ટોળકીએ આવા ગોરખધંધા આદરી રાજકોટના ૬ અને બીજા રાજ્યોના ૪૫ જેટલા નોકરી વાંચ્છુકોને ‘શીશા’માં ઉતારી લાખોની ઠગાઇ કર્યાનું સામે આવ્યું છે.
બેરોજગાર નોકરી ઇચ્છુક યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો સંપર્ક કરી તેઓને રેલ્વેમાં વર્ગ-૨ કલાર્કની નોકરી અપાવી દેવાની તેમજ ગુજરાતમાં બદલી કરાવી આપવાનો પાકો વિશ્વાસ આપી બેરોજગાર યુવાનોને પાસેથી નોકરીના રૂ. ૧૫ લાખ તથા પીડીએફમાં ડોકયુમેન્ટ સબમીટ કરવાના રૂપિયા ૨૬ હજાર મેળવી બોગસ ઓર્ડર, આઇ કાર્ડ સેલરી તથા પગારસ્લીપ આપી તેમજ લખનઉ ખાતે રેલ્વે કોલોનીમાં બોગસ ટ્રેનીંગ સેન્ટરમાં તાલીમ આપી તેમજ જે યુવાનને તાલીમ ૪૫ દિવસ થાય તેઓના ખાતામાં રૂ.૧૬,૫૪૩/- પગાર આરઆરબી કોર્પોરેશનના નામના બેંક ખાતામાંથી પગાર આપી પે-સ્લીપ આપી બેરોજગાર યુવાનોનો તેમજ તેઓના વાલીઓનો વધુ વિશ્વાસ કેળવતા હતા.
જે બાદ વધારે નોકરી ઇચ્છુકો પાસેથી રૂપિયાઓ મળેવી તેઓને લખનૌ રેલ્વે કોલોની ખાતે ઉભા કરવામા આવેલા બોગસ તાલીમ સેન્ટર ખાતે પ્લેનમા લઇ જઇ ત્યાં ટ્રેનીંગ આપવાનો ઢોંગ કરાતો હતો. આરોપી શૈલેષ રાજકોટથી બેરોજગાર યુવાનો તથા તેના વાલીઓનો સંપર્ક કરી વિશ્વાસ સંપાદન કરી તેઓના પુત્રને રેલ્વેમાં નોકરી અપાવી દેવાનો વિશ્વાસ આપી રેલ્વેમા નોકરી મળ્યા બાદ રૂપિયા ૧૫ લાખ આપવાની વાતચીત કરતો હતો.
ઉમેદવાર રૂપિયા આપવા તૈયાર થતા તેની જાણ કલ્પેશને કરવામા આવતી અને ઉમેદવારોના ડોકયુમેન્ટ કલ્પેશને મોકલી ઉમેદવારોનો સંપર્ક કલ્પેશ સાથે કરાવતો તેમજ ઉમેદવારના વાલીઓ પાસેથી રૂ. ૧૫ લાખ તથા રૂ.૨૬,૦૦૦ પી.ડી.એફ. ડોકયુમેન્ટ સબમીટ કરાવાના તેમજ મુસાફરીના ભાડા પેટેના મેળવી કલ્પેશને પહોંચાડતો હતો. એક ઉમેદવારના શૈલેષને રૂ.૨,૫૦,૦૦૦ મળતા હતાં.
આરોપી કલ્પેશ જે. શૈલેષ દ્વારા મોકલવામા આવેલા ઉમેદવારોને ઇકબાલ ખત્રી કે જે દિલ્હી કે લખનૌ હાજર રહેતો તેની પાસે લઇ જતો અને ઉમેદવારોને નોકરી અપાવી દેવાની વાતચીત કરતો. રેલ્વેમા તેમનો ઓર્ડર કન્ફોર્મ થઇ જશે તે વિશ્વાસ અપાવતો તેમજ ઉમેદવારોએ આપેલા રૂપિયા જે ઇકબાલ ખત્રીને આપતો જે એક ઉમેદવારના કલ્પેશને રૂ.૨,૫૦,૦૦૦/- મળતા તેમજ મજકુર કલ્પેશ જે અગાઉ પણ છેતરપીંડી, વિશ્વાસધાત તથા બોગસ નોકરી અપાવવાના ગુન્હામા પકડાયેલ હોય જે પોતે પોલીસ પકડથી દુર રહેવા દર બે માસે પોતાનુ રહેણાંક તથા ફોન નંબર બદલતો હતો.
આરોપી ઇકબાલ ખત્રી જે દિલ્હી તથા લખનઉ હાજર રહેતો અને કલ્પેશ દ્વારા જે ઉમેદવારો મોકલવામા આવતા તે ઉમેદવારોને મળી અને તેઓને ચોક્કસ રેલ્વેમા નોકરી મળશે અને તેનો પગાર વિગેરે બાબતે વાતચીત કરતો અને ઉમેદવારોને હિમાંશુને મેળવતો અને હીમાંશુ સાથે રહી ઉમેદવારની મેડીકલ તપાસણી તેમજ ઇન્ટરવ્યુ લેવડાવતો તેમજ હીમાંશુ સાથે પોતે એકજ સંપર્કમા રહેતો
તેમજ પોતે અથવા કલ્પેશને હીમાંશુ જણાવે તે બેંક ખાતામા રૂપિયા ટ્રાન્સફર કરાવતો તેમજ રોકડા રૂપિયા પણ હીમાંશુને આપતો હતો અને હીમાંશુ પાસેથી પોતે રૂ.૫૦,૦૦૦ એક ઉમેદવાર દીઠ કમિશન મેળવતો હતો.