રાજકોટમાં શંકાસ્પદ આયુર્વેદિક સીરપનાં વેંચાણનો પર્દાફાશ
રાજકોટ: રાજકોટમાં બી-ડિવિઝન પોલીસ દ્વારા શંકાસ્પદ આયુર્વેદિક સીરપનાં વેંચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વિવેક સાગર પાનની દુકાનમાં વેંચાતા શંકાસ્પદ સીરપનો જથ્થો કબ્જે કરાયો છે. સુનિંદ્રા અને સ્ટોન અરીષ્ઠા સહિતનાં સીરપની ૧૨૬૦ બોટલો જપ્ત કરાઈ છે.પોલીસ દ્વારારૂ. ૧,૬૧,૩૦૦નો મુદામાલ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલાયો છે.આ પીણાંની બોટલોમાં જાે આલ્કોહોલનું પ્રમાણ જાેવા મળશે તો પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધાવામાં આવશે.
રાજ્યમાં દારૂબંધી ના કાયદા ની વચ્ચે પણ રાજકોટમાં ખુલ્લમખુલ્લા આલ્કોહોલ વેચાણ થઈ રહ્યું છે.આયુર્વેદિક બિયરના નામે રાજકોટનું યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું હોવાનું મીડિયા દ્વારા સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી.અને કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી હતી.
વિવેક સાગર પાનની દુકાનમાં આયુર્વેદિક બિયરના નામે સુનિંદ્રા અને સ્ટોન અરીષ્ઠા સહિતનાં સીરપ વેચવામાં આવતા હતા. જેમાં આલ્કોહોલનું પ્રમાણ હતું. જેને પગલે નશાનું સેવન કરનાર લોકો આ આયુર્વેદિક બિયરનું સેવન કરી રહ્યા હતા. જ્યાં જડી-બુટીના મિશ્રણથી નશેડીઓ સિગરેટ સાથે ખુલ્લેઆમ નશો કરી રહ્યા હતા.
હાલ બી-ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે વિવેક સાગર પાનની દુકાનના મનમીત ગામારાની દુકાનમાંથી બિયર જેવા પીણાંની ૧૨૬૦ બોટલો જપ્ત કરવામાં આવી છે. જેમાં રૂ.૧,૬૧,૩૦૦ના મુદામાલ પરીક્ષણ માટે હ્લજીન્માં મોકલવામાં આવ્યો છે. જાે પરીક્ષણમાં આલ્કોહોલનું પ્રમાણ જાેવા મળશે તો પ્રોહીબિશન હેઠળ નોંધાશે ગુનો નોંધવામાં આવશે.