Western Times News

Gujarati News

રાજકોટમાં શેરબજારમાં હારી જતાં યુવાને ગળા ફાંસો ખાઇ કર્યો આપઘાત

રાજકોટ, શેરબજારમાં નાણા ગુમાવતા રોકાણકારોએ જીવન ટૂંકાવી લીધાના અનેક બનાવો બન્યા છે ત્યારે આવો જ એક વધુ બનાવ રાજકોટમાં સામે આવ્યો છે.

પિતાએ વેચેલી જમીનના ૬૦ લાખથી વધુ નાણા શેરબજારમાં હારી જતાં પુત્રએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

પુત્રના લગ્ન માટે પિતાએ જમીન વેચી ઘરમાં નાણા રાખ્યા હતાં જે પુત્ર શેરબજારમાં હારી ગયા બાદ તેણે આ પગલું ભરી લેતાં એકનો એક પુત્ર ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે બ્રહ્માણી પાર્ક શેરી નં.૧માં રહેતા રોહિત ગોરધનભાઈ રૈયાણી (ઉ.વ.૨૫) નામના પટેલ યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘરે ઉપરના રૂમમાં બારીની એંગલમાં ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

પરિવારજનો જમવા માટે પુત્રને બોલાવવા ગયા ત્યારે રોહિતને લટકતો નિહાળી હતપ્રભ થઈ ગયા હતા. ૧૦૮ના ઈએમટી બળદેવભાએ મરણ જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

પોલીસને જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્?સ. હિતેષભાઇ જાેગડા સહિતે સ્?થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્?યા મુજબ મૃતક રોહીત શેરબજારનું કામકાજ કરતો હતો. પિતાએ તેના લગ્ન માટે પોતાના ગામમાં આવેલી જમીન વેંચી હતી. તેના રૂા.૮૦ લાખ આવ્?યા હતા. તેમાંથી પિતા ગોરધનભાઇએ લોન ચુકતે કર્યા બાદ રૂા.૬૭ લાખ ઘરમાં રાખ્?યા હતા.

પિતા થોડા દિવસો પહેલા ગુંદા ગામે ગયા હતા. ત્?યારે રોહીતે ૬૭ લાખ શેરીબજારમાં રોકયા હતા. પિતા અઠવાડીયા પછી ઘરે આવતા પૈસા જાેવા ન મળતા પુત્રને પુછતા તેણે કહ્યુ હતુ કે ‘શેરબજારમાં રોકાણ કર્યું છે.’ તેમ જણાવ્?યુ હતું. બાદ તે થોડા સમયથી ટેન્શનમાં રહેતો હતો. બાદ પોલીસે રોહીતનો મોબાઇલ ચેક કરતા તેમાં ફોન કોલ, વ્?હોટસએપ ચેટીંગમાં શેરબજારને લગતા મેસેજ જાેવા મળ્યા હતા અને તેની પાસેથી ચાર જેટલી શેરબજારમાં રોકાણ કરેલી રકમનો હીસાબ જાેવા મળ્?યો હતો. જેમાં યુવાન શેરબજારમાં ૬૭ લાખ ડૂબી ગયા હોવાનું ખુલ્?યુ હતું.એકના એક પુત્રના આપઘાતથી રૈયાણી પરિવારમાં શોક વ્?યાપી ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.